મહીસાગરમાં કોર્ટે 10 દિ’માં પોક્સોના ત્રીજીવાર કડક સજા ફટકારીઃ આજીવન કેદની સજા કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીરેન જોશી.મહીસાગરઃ પોક્સોના કેસમાં 10 દિવસમાં ત્રીજો મોટો ચુકાદો કરીને મહીસાગર સેશન્સ કોર્ટે સહુને ચોંકાવી દીધા છે. પોકસો એકટ હેઠળ આજીવન કેદ અને દંડની સજા કોર્ટે સંભળાવી છે. ૧ર વર્ષની સગીરાને લલચાવી ફોસલાવીને ભગાડી જઈ અપહરણ કરવાના ગુનામાં આરોપીને ઈ.પી.કો.કલમ તેમજ પોકસો એકટ હેઠળ આજીવન કેદ અને દંડની સજા કોર્ટે કરી છે. કોર્ટે સતત દસ દિવસોમાં આ ત્રીજો એવો ચુકાદો આપ્યો છે કે જેમાં પોક્સો કેસમાં દાખલો બેસે તેવી સજા કહી શકાય. મહીસાગર લુણાવાડાના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો. કેસ ચાલી જતા ઈ.પી.કો.કલમ તેમજ પોકસો એકટ હેઠળ ગુનામાં તકસીરવાન ઠરાવીને આરોપી મહેશભાઈ વીરાભાઈ બારીયાને આજીવન કેદ અને દંડનો આદેશ કર્યો છે. કોર્ટ દ્વારા કાનુની સેવા સત્તા મંડળ મહીસાગરને ભોગબનનારને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો છે.

ભરૂચઃ ભાજપ અગ્રણી સહિત 11એ રાષ્ટ્રગીતનું અપમાન કરતો Video બનાવ્યો, કાર્યવાહી શરૂ

સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો
આ કેસની વિગત એવી છે કે, મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઝાંઝરી ગામના આરોપી મહેશ વીરાભાઈ બારીયાનાઓએ વર્ષ ર૦ર૦માં કડાણા તાલુકાની ૧ર વર્ષની સગીરાને લલચાવી પટાવી ભગાડી જઈ યોન શોષણ કરેલું હોય આરોપી વિરુધ્ધ કડાણા પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ તેમજ ઈ.પી.કો.કલમ મુજબ ગુનો નોંધાયા બાદ મહીસાગરના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો. કેસ શરૂ થયો હતો. આરોપી વિરુધ્ધ સદર કેસ ચાલી જતા અને સરકાર તરફથી સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સ્પે.પોકસો જજ અને એડીશ્નલ સેશન્સ જજ મમતાબેન એમ. પટેલે આવા ગુનાઓ અટકાવવા માટે સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો. કોર્ટે ઇ.પી.કો.કલમ તેમજ પોકસો એકટ હેઠળ આરોપી મહેશ વીરાભાઈ બારીયાને આજીવન કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો હતો અને ભોગબનનારને કાનુની સેવા સત્તા મંડળ મહીસાગરને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT