‘રાત્રે રિચાર્જ કરી મહિલાઓ સાથે વાતો કરતા’ જુનાગઢ મહંત રાજભારતી બાપુના આપઘાત પછી ગંભીર આરોપો

ADVERTISEMENT

gujarattak
social share
google news

જુનાગઢઃ જુનાગઢમાં ખેતલિયા આશ્રમના મહંતની આત્મહત્યા પછી જ્યોતિર્નાથ નામના એક વ્યક્તિનો પત્ર સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. જેમાં મહંત પર કેટલાક ગંભીર આરોપ લગાવાયા છે. આ પત્રમાં મહંત રાજભારતી બાપુ પર મુસ્લિમ હોવા ઉપરાંત અન્ય મહિલાઓ સાથે અનૈતિક સંબંધો અને દારુ માંસના શોખીન હોવાના પણ આરોપ લગાવાયા છે. ઉપરાંત તેમના પર કરોડોની પ્રોપર્ટી એક્ઠી કર્યાના આરોપ લગાવ્યા છે. દરમિયાનમાં આજે વહેલી સવારે રાજભારતી બાપુએ પોતાના ખડીયા ગામ સ્થિત વાડીમાં જાતને ગોળી મારીને જીવન લીલા સંકેલી લીધી હતી. બનાવની તપાસ હાલ પોલીસ કરી રહી છે અને પોલીસે પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ પણ મોકલી કાર્યવાહી શરૂ કરી છે.

ચૂંટણી બાદ કોંગ્રેસ સફાળું જાગ્યું: ત્રણ દિગ્ગજ નેતાઓની હકાલપટ્ટી, આ કારણથી કાર્યવાહી

મહિલાઓ સાથેના સંબંધોને લઈ કેવા આરોપ છે પત્રમાં જાણો
પત્રમાં લખ્યું છે કે, આપણે ત્યાં બ્રહ્મચારી સાધુને કોઈ મહિલા સાથે એકાંતમાં વાત કરવાની પણ મનાઈ હોય છે. ત્યાં રાજભારતી બાપુના અનેક મહિલાઓ સાથે અયોગ્ય સંબંધ છે. જે એક સાધુની ગરિમાને બદનામ કરવાનું કામ કર્યું છે અને સંપુર્ણ સાધુ સમાજને લાંછન લગાળ્યું છે. જેના પુરાવા તરીકે હું તમને રાજભારતી બાપુના ફોનમાંથી થયેલા રિચાર્જના બિલ મોકલું છું. કોઈ એક સાધુ એક કરતા વધારે મહિલાના મોબાઈલમાં રિચાર્જ ક્યારે કરે? અને સામાન્ય રીતે રિચાર્જનો સમય રાત્રે અને વહેલી સવારનો છે. જેનો મતલબ શું થાય તેનો જવાબ તમને સારી રીતે ખબર છે અને તમને જે બિલ મોકલાવ્યા છે તેમાં બધી જ વિગત છે. તેમ છતાં જેના ફોન નંબર મોકલાવ્યા છે તેના પરિવારના સભ્યો બિલ મગાવી આ વાતની ખાતરી કરી શકે છે. તે મહિલાનો સંબંધ બાપુ જોડે શું છે અને મહિલાના પતિને નમ્ર વિનંતી છે કે તમારી પત્નીનું રિચાર્જ થયું એ સમયનું બિલ કાઢી જોવો કે બાપુ જોડે આ સમયે વાત કયા સંબંધથી કરે છે. અમારો ઉદ્દેશ કોઈ મહિલાને બદનામ કરવાનો નહીં પણ સાધુના વેશમાં રહેલા લંપટ અને હવસખોરની હરકત બહાર લાવવાનો છે જે આપ સમાજને ગેર માર્ગે દોરવાનું કામ કરે છે.

આત્મહત્યા કરનાર મહંત રાજભારતી બાપુ હતા મુસ્લિમ, અનેક મહિલાઓને બનાવી હતી શિકાર?

સામાન્ય માણસ પ્રેમિકા સાથે કરે તેવી વાતોઃ પત્ર
પત્રમાં બીજા પણ ગંભીર આરોપ લગાવતા લખ્યું છે કે, બીજા પુરાવાઓ તરીકે બાપુની મહિલાઓ સાથે થયેલી વ્યક્તિગત વાતોના સ્ક્રીનશોટ છે જે વોટ્સએપમાં થયેલી વાતોના છે. જે મહિલાના નામ બદલી પુરુષોના નામે સેવ કરેલા છે. જેમાં પ્રોફાઈલ પિક્ચરમાં દેખાય છે કે તે મહિલાઓ છે અને બાપુ જોડે વાતો આવી તો ના જ કરે? મહિલાઓ જોડે બાપુને અત્યંત પ્રેમ આવે તો એવી વાતો કરે છે કે જાણે સાધુ નહીં પણ સામાન્ય માણસ પ્રેમિકા જોડે કરતો હોય. તેઓ વીડિયો કોલ કરતા પણ જણાય છે. સાયબર ક્રાઈમની મદદથી પુરી વિગત કઢાવી ખાતરી કરી શકો છો. બાપુના મહિલાઓ સાથેના ફોટો પણ છે જે તેમના અયોગ્ય સંબંધની ખાતરી આપે છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)

    follow whatsapp

    ADVERTISEMENT