40 વર્ષ જુનું જાહેર શૌચાલય તોડ્યું પછી લુણાવાડા નગરપાલિકાની મુશ્કેલીઓ વધીઃ જાણો ધારાસભ્યએ શું કર્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીરેન જોશી.મહીસાગર: લુણાવાડા શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકાના નગર પ્રમુખ તેમજ ચીફ ઓફિસર દ્વારા મુખ્ય બઝારમાં જૂની શૌચાલય વ્યવસ્થાને પુનઃ પ્રથાપિત કરવા માટે યોગ્ય કાર્યવાહી ન કરતા લુણાવાડા પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા મેદાનમાં આવ્યા છે અને નગરપાલિકા પ્રદેશ કમિશ્નરને પત્ર લખ્યો છે. લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા જીજ્ઞેશ સેવક વેપારીઓના પડખે આવ્યા છે. વેપારીઓને પડતી અગવડ દૂર કરવા માટે જૂની શૌચાલય વ્યવસ્થાને પુનઃ પ્રથાપિત થાય તે માટે નવીન શૌચાલય બનાવવા નગરપાલિકાના વડોદરા ઝોનના પ્રદેશ કમિશ્નરને પત્ર લખ્યો છે.

બાબરા નગરપાલિકાનો અણઘડ વહીવટ, કરોડોનું વીજબીલ ન ભરતા નાગરિકો પાણી વગર રહેવા મજબૂર

લોકોએ પહેલા નગરપાલિકાને રજૂઆત કરી પણ…
લુણાવાડા નગરપાલિકાના માંડવી વિસ્તારના મોચીવાડના નાકા ઉપર જાહેર શૌચાલયની વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવા પત્ર લખ્યો. લુણાવાડા નગરના નગરજનો અને વેપારીઓએ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને 14 માર્ચ 2022 ના રોજ લેખિતમાં રજૂઆત કરી હતી કે લુણાવાડા નગરના અસ્તાના બઝાર અને માંડવી બઝાર વચ્ચે 40 વર્ષ ઉપરાંત સમયથી જાહેર શૌચાલય હતું પરંતુ તે તોડી પાડવામાં આવ્યું છે અને શૌચાલય ન હોવાના કારણે આ વિસ્તારના વેપારીઓને તેમજ જાહેર જનતાને ખુબ જ અગવડ પડવા લાગી છે. એક તરફ સરકાર જાહેર શૌચાલયો માટે પ્રતિબદ્ધ છે તો બીજી તરફ શૌચાલયની સુવિધાઓ દૂર કરવામાં આવી છે. શૌચાલય સુવિધા વ્યવસ્થિત જગ્યા પર ઊભી કરવા જાણ કરી હતી, પરંતુ કોઈ ઠોસ કાર્યવાહી લુણાવાડા નગરપાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર દ્વારા કરવામાં નહીં આવતા પ્રથમ રિમાઈન્ડર અરજી નગરપાલિકામાં કરી છે અને તેની એક નકલ લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા જીજ્ઞેશ સેવકને પણ આપી હતી.

ટીમ ઈન્ડિયાનું ‘સાસરિયું’ બનતું જઈ રહ્યું બૉલિવુડ, અભિનેત્રીઓ સાથે થયા આ પ્લેયર્સના લગ્ન

ધારાસભ્યને પત્ર મળતા એક્શન મોડમાં
જોકે આ પત્રની અસર નગરપાલિકાના અધિકારીઓ પર કેટલી પડી તે તો સામે આવ્યું નથી પણ આ તરફ ભાજપ નેતાને નકલ મળતા જ તરત જ એક્શન મોડમાં આવી જઈને નગરપાલિકાના વડોદરા ઝોનના પ્રદેશ કમિશ્નરને પોતાના લેટર પેડ પર ભલામણ પત્ર લખ્યો છે અને જેમાં લખ્યું છે કે, લુણાવાડા નગરના હાર્દસમા વેપારી વિસ્તારમાં લુણાવાડા નગરપાલિકા દ્વારા આશરે 40 વર્ષ જુનું શૅચાલય દૂર કરવામાં આવેલું છે. જેના કારણથી માંડવી વિસ્તારના અંદાજે 200 દુકાનદારો તથા શાકભાજી માર્કેટની મુલાકાત લેતા નગરજનોને શૌચાલય ન હોવાથી તકલીફ વેઠવી પડે છે તો આપ જૂની વ્યવસ્થાને પુનઃ પ્રથાપિત કરવા માટે તથા સ્વચ્છતાને પ્રાધાન્ય અપાય તેવી સુવિધા સહ શૈચાલય શરૂ કરવા યોગ્ય કાર્યવાહી કરવા મારી ભલામણ છે. તથા શક્ય હોય તો સુલભ શૌચાલય પે-એડ યુઝના ધોરણે પણ વ્યવસ્થા ઊભી કરવી અતિ આવશ્યક છે.

ADVERTISEMENT

જામનગરમાં લુખ્ખા તત્વો બન્યા બેફામ, સરાજાહેર હથિયારો વડે દુકાનદાર પર કર્યો હુમલો

ધારાસભ્યએ કરેલી ભલામણ કોણ ઠુકરાવે?
ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ દ્વારા મુખ્ય બઝારના વેપારીઓ તેમજ નગરજનોને શૈચાલયની પડતી તકલીફ દૂર કરવા લુણાવાડા નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નહીં આવતા ભાજપ નેતાએ નવીન શૌચાલય બનાવવા નગરપાલિકાના વડોદરા ઝોનના પ્રદેશ કમિશ્નરને પત્ર લખ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે લુણાવાડા નગરપાલિકા શૌચાલય વ્યવસ્થાને પુનઃ પ્રથાપિત કરવા માટે કોઈ યોગ્ય કાર્યવાહી કરે છે કે નહીં કે પછી પ્રદેશ કમિશ્નરની ઓફિસમાંથી કોઈ આદેશ થાય તેની રાહ જોશે કે પછી નગરપાલિકા પોતાન મનસ્વી વર્તન મુજબ કામગીરી કરશે. કારણ કે આ મામલામાં હવે જ્યારે ધારાસભ્યએ જ પત્ર લખી કામગીરી કરવા ભલે ભલામણના સ્વરમાં પણ કહ્યું છે ત્યારે તે તરફ આંખ આડા કાન કરવા તંત્રને પોસાય તેમ લાગતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે લુણાવાડા નગરપાલિકા દ્વારા હાલમાં જે જાહેર શૌચાલયો તેની સાફ સફાઈ યોગ્ય રીતે કરવામાં આવતી નથી અને જેના કારણે શૌચાલયમાં જતા તેમજ તેની પસેથી પસાર થતા રાહદારીઓ પરેશાન થતા હોય છે ત્યારે નગરપાલિકા દ્વારા નિયમિત શૌચાલયો સાફ કરવામાં આવે તેવું રાહદારીઓ તેમજ વેપારીઓ ઈચ્છી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT