ગુજરાતીઓ ઉત્તરાયણ પહેલા આ નંબર સેવ કરી લોઃ અબોલ જીવોને બચાવવામાં કરી શકો છો મદદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે ગુજરાતભરમાં કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જો તમે પણ ઉત્તરાયણના આનંદમાં અબોલ જીવોનો જીવ પણ બચાવવા માગતા હોવ તો ગુજરાત સરકારે જાહેર કરેલા હેલ્પલાઈન નંબર્સને સેવ કરીને યોગદાન આપી શકો છો. પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને તેમની સારવાર કરવા તા.20મી જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન યોજાશે. જીવ દયાના આ અભિયાનમાં સૌને સહભાગી થવા તેમજ સવારે 9.00 પહેલાં અને સાંજે 5.00 પછી પતંગ ન ઉડાવવા સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા અપીલ કરવામાં આવી છે. સાથે જ ઉત્તરાયણના પર્વમાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા મંત્રી ઋષિકેશ પટેલનો રાજ્યની જનતાને અનુરોધ છે.

ગુજરાતમાં રખડતા આખલાઓના ખસીકરણ માટે ઝુંબેશઃ ઋષિકેશ પટેલે કરી જાહેરાત

જાહેરાતના ખાસ મુદ્દા
• દેશભરમાં અબોલ જીવના સંરક્ષણ માટે અનોખુ અભિયાન ગુજરાતમાં છેલ્લાં છ વર્ષથી ચલાવવામાં આવી રહ્યું છે
• હેલ્પલાઈન નં. 1962 ઉપરથી કરુણા એમ્બ્યુલન્સની સેવા પ્રાપ્ત થશે: વૉટસએપ નંબર 83200 02000 ઉપર પણ સેવા ઉપલબ્ધ કરાવાઈ
• રાજ્યભરમાં જરૂરિયાત મુજબ 865 થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો બનાવાયા: તમામ કેન્દ્રો ઓનલાઈન મેપ પર મૂકાયા

ADVERTISEMENT

7 લાખ કરોડના સરકારી ખરાબા ભાજપના મળતિયાઓના નામે ચઢી ગયાઃ પાલ આંબલિયાએ જમીન રિ-સર્વે મામલે કહ્યું

પતંગ ઉડાવવાના સમયનું રાખો ધ્યાન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરીથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં તા.20 મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન-2023 યોજવામાં આવશે. અબોલ જીવોના રક્ષણ માટેનું આ અભિયાન દેશ અને દુનિયામાં ગુજરાત પ્રથમ રાજય છે ત્યારે આ અભિયાનમાં સૌને સહભાગી થવા તેમજ સવારે 9.00 વાગ્યા પહેલાં અને સાંજે 5.00 વાગ્યા પછી પતંગ ન ઉડાવવા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અપીલ કરી છે.


અભિયાને અત્યાર સુધી 70 હજાર પક્ષીઓને બચાવ્યા
રાજ્યમાં યોજાનાર આ અભિયાનની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2017થી રાજ્યમાં કરૂણા અભિયાન શરૂ કરીને અબોલ જીવોના રક્ષણ માટે દેશભરમાં ગુજરાતે એક શરૂઆત કરી નવતર અભિગમ હાથ ધર્યો છે. આ અભિયાન અંતર્ગત છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં અંદાજે 70 હજારથી વધુ પક્ષીઓને સમયસર સારવાર આપીને બચાવી શક્યા છીએ. આપણે સૌ ઉત્સવ પ્રિય નાગરિકો છીએ ત્યારે ઉત્તરાયણના પાવન પર્વમાં ઉત્સાહ સાથે અબોલ પશુ-પક્ષીઓને નુકસાન ન થાય એની સંપૂર્ણ તકેદારી રાખીએ તેમજ નાયલોન કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ.

ADVERTISEMENT

દળી દળીને ઢાકણીમાં ભર્યું: સર્વે પાછળ 700 કરોડ ખર્ચ્યા બાદ હવે રદ્દ કર્યો

8000થી વધુ સ્વયંસેવકો, 750થી વધુ ડોક્ટર્સ
મંત્રીએ કહ્યું કે, આગામી તા. 20મી જાન્યુઆરી સુધી કાર્યરત આ કરૂણા અભિયાન-2023 દરમિયાન દરરોજ સવારે 7.00 કલાકથી સાંજે 6.00 કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાશે. એટલું જ નહીં, 33 જિલ્લાઓમાં 333 એન.જી.ઓ આ સેવાયજ્ઞમાં જોડાયા છે. ચાલુ વર્ષે રાજયમાં 865થી વધારે પક્ષી નિદાન કેન્દ્રો, 750થી વધારે ડૉકટર તથા 8 હજારથી વધારે સ્વયંસેવકો કાર્યરત રહીને પક્ષી બચાવનું કામ કરી રહ્યા છે. આ માટે જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગત વોટસએપ નં.83200 02000 ઉપર કોલ કરવાથી લીંક મેળવી શકાશે તથા પશુપાલન વિભાગના હેલ્પલાઈન નંબર 1962 ઉપર સંપર્ક કરીને ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે.

ADVERTISEMENT


ચાઈનીઝ દોરી વેચતા જણાય તો પોલીસને જાણ કરોઃ મંત્રી
તેમણે, નાગરિકોને ઉત્તરાયણ પર્વ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસથી ઉજવવાની સાથે સાથે અબોલા પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ ન થાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ કરતાં કહ્યું કે, કોઇપણ વ્યક્તિ જો ચાઇનીઝ દોરી વેચતો માલુમ પડે તો પોલીસ વિભાગને જાણ કરવા તેમજ જો કોઇ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ છે.

    follow whatsapp

    ADVERTISEMENT