સુરેન્દ્રનગરમાં ભાજપની પ્રદેશ કારોબારી બેઠકનું સમાપનઃ સંગઠનમાં ફેરફારો સહિતના મુદ્દે વિચારણા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ભાજપે આ વખતની વિધાનસભા બેઠકમાં જંગી બેઠકો કબજે કરી છે. ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટીના આગમને જાણે ભાજપને દોડવું હતું ને ઢાળ મળ્યા જેવો ઘાટ ઘડાયો હતો. દરમિયાનમાં પણ ભાજપે ટિકિટ આપવાથી લઈ ઘણા ફેરફારો કર્યા હતા. ભાજપે તે દરમિયાન જે નેતાઓ પક્ષ વિરુદ્ધ કામગીરી કરતા સામે આવ્યા તેમના સામે કાર્યવાહી પણ કરી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની પ્રદેશ નેતાગીરી આગામી ચૂંટણી 2024ની તૈયારીમાં હોવાનું કહી ચુકી છે. દરમિયાનમાં સુરેન્દ્રનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા અને સંગઠનમાં ફેરફારો કરવા સહિતના મુદ્દાઓ પર ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી.

‘રાત્રે રિચાર્જ કરી મહિલાઓ સાથે વાતો કરતા’ જુનાગઢ મહંત રાજભારતી બાપુના આપઘાત પછી ગંભીર આરોપો

600થી વધારે રાજકીય આગેવાનોની હાજરી
સુરેન્દ્રનગરમાં આજે મંગળવારે ભાજપ પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ હતી જેનું સમાપન થઈ ગયું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં આજે બીજા દિવસે પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ હતી. બે દિવસ પ્રદેશ કારોબારી બેઠક દરમિયાન લોકસભાની ચૂંટણી, પ્રદેશ સંગઠનને મજબૂત કરવા ઉપરાંત સંગઠનમાં ફેરફારો કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અહીં અંદાજે 600થી વધારે રાજકીય આગેવાનો, હોદ્દેદારો ઉપરાંત સાસંદ, ધારાસભ્યો, રાજ્યનું મંત્રી મંડળ સહિતના ઘણા ભાજર અગ્રણી નેતાઓ-સભ્યો હાજર રહ્યા હતા.

ADVERTISEMENT

ચૂંટણી બાદ કોંગ્રેસ સફાળું જાગ્યું: ત્રણ દિગ્ગજ નેતાઓની હકાલપટ્ટી, આ કારણથી કાર્યવાહી

2024ની લોકસભા ઉપરાંત સ્થાનીક સ્વરાજ મોટો ટાર્ગેટ
દરમિયાનમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી સાંસદ કચ્છ વિનોદ ચાવડાએ પણ કહ્યું કે, આપણે 2022માં જે જંગી અને ઐતિહાસિક જીત મેળવી છે તેના કરતા પણ વધારે સશક્ત થવાનું છે. આગામી સમયમાં 2024ની લોકસભા ચૂંટણી તો આવી જ રહી છે. પરંતુ સાથે સાથે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ આપણે આ ઐતિહાસીક જીત કરતાં પણ બમણી તાકાતથી જીત મેળવીએ તેનું આપણે ધ્યાન રાખવાનું છે. સંગઠનને મજબૂત કરવાનું છે તથા બુથ લેવલ પરની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાની છે.

(ઈનપુટઃ સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT