નડિયાદઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઈટ પર જતા 18 વ્હીલના ટ્રેલરમાં લાગી અચાનક આગ
હેતાલી શાહ.નડિયાદઃ નેશનલ હાઇવે નંબર 8 પર નડિયાદ પાસે ડભાણ બ્રિજ પર 18 વ્હિલ વાળા ટ્રેલરમાં અચાનક આગ લાગવાની ઘટના બની. આ ટ્રેલર બારજડીથી નડિયાદ…
ADVERTISEMENT
હેતાલી શાહ.નડિયાદઃ નેશનલ હાઇવે નંબર 8 પર નડિયાદ પાસે ડભાણ બ્રિજ પર 18 વ્હિલ વાળા ટ્રેલરમાં અચાનક આગ લાગવાની ઘટના બની. આ ટ્રેલર બારજડીથી નડિયાદ તરફ આવી રહ્યું હતું તે દરમિયાન ડભાણ બ્રિજ પર ઘટના બની. જે ટ્રેલરમાં આગ લાગી તે ટ્રેલર કાઉન્ટ વેટ મશીન લઇને જઈ રહ્યું હતું.
અગ્નિપથ યોજના પર દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય સોમવારે
આગમાં કેબિનન સળગ્યું પણ મશીન બચી ગયું
હાલમાં અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, તેના ઉપયોગ માટે આ મશીનને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઈટ પર લઈ જવામાં આવી રહ્યું હતું. જોકે આ આગની ઘટનામાં કાઉન્ટ વેટ મશીનને કોઈ જ નુકસાન થયું નથી. ટ્રેલરમાં આગ લાગવાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ટ્રેલરમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ટ્રેલરમાં આગ લાગવાના કારણે ટ્રેલરનું કેબિન બળીને ખાખ થઈ ગયું હતું. ટ્રેલ માં અચાનક આગ લાગતા થોડા સમય માટે હાઇવે પર વડોદરા તરફની લેન માર્ગને બંધ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
જીવ બચ્યા
ઘટનાની જાણ થતાં નડિયાદ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને હાઇવે ને થોડા સમય માટે બંધ કરી વડોદરા તરફ જતા વાહનોને ડાઇવર્ટ કર્યા હતા. આ ટ્રેલરમાં શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હતી. ટ્રેલર ચાલક તથા કલીનરે સમયસૂચકતા વાપરી ટ્રેલરમાંથી ઉતરી જતા બંનેનો આબાદ બચાવ થયો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT