માવઠાની હવામાન વિભાગની આગાહી પછી આંબાવાડીના ખેડૂતોની ચિંતા વધી, અમરેલીના ખેડૂતોએ શું કહ્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિરેન રાવિયા.અમરેલીઃ અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે કેસર કેરીનું બંપર ઉત્પાદન આવે તેવા સંજોગો નિર્માણ થયા બાદ હવે કેરીના ઉત્પાદક ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોથી અને પાંચમી માર્ચે અમરેલી જિલ્લા સહીત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા પંથકમા કેસર કેરીના બગીચાઓ આવેલા છે અને કેસર કેરીનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થાય છે. હવે કેસર કેરી પકવતા ખેડૂતો કમોસમી વરસાદ ટળી જાય તેવી ઈશ્વર ને પ્રાર્થના કરી રહ્યા છે.

ભારતને G20 માં મોટો ઝટકો, અમેરિકા, બ્રિટન, કેનેડા સહિત 7 દેશોએ કર્યો ઇનકાર

ADVERTISEMENT

ખેડૂતોએ કહ્યું, આ સિઝનમાં આશા છે આવકની પણ…
ત્રંબપુરના ખેડૂત જીતુભાઈ તથા ધારીના ખેડૂત ગેજેન્દ્ર ભાઈ અને મહેશ ભાઈએ આ અંગે કહ્યું કે, હાલમાં જ ત્રણ વર્ષ પહેલાથી કેરીના ઉત્પાદનમાં તેમને મોટું નુકસાન આવતું રહ્યું હતું. હાલમાં જે રીતે પાક બેઠો થાય તેમ છે, તે જોતા આગામી સમયમાં આ સિઝન સારી જાય તેવો અંદાજ છે. ખેડૂતોને આ સિઝનમાં આવકનો અંદાજ છે, પણ જો આગાહી પ્રમાણે માવઠુ થાય છે તો ઘણું મોટું નુકસાન થશે. આવકનો જેટલો અંદાજ છે તે ખોટો પડી નુકસાન વેઠવું પડે તેમ છે. ખેડૂતોએ આ અંગે વાત કરતા ભગવાનને પણ ઘણી પારાવાર પ્રાર્થનાઓ કરી હતી કે માવઠુ ન પડે.

ADVERTISEMENT

સુષ્મિતા સેનને આવ્યો હાર્ટ એટેક, એન્જિયોપ્લાસ્ટી અંગે માહિતી આપી

આંબા પર મોટા પ્રમાણમાં મોર બેઠો પણ ચિંતામાં છે ખેડૂત
છેલ્લા કેટલાક વર્ષથી કેસર કેરીના પાક પર કોઈને કોઈ કુદરતી આફતો આવતી રહેતી હતી. જેના કારણે કેસર કેરીનું ઉત્પાદન સામાન્ય રહેતું હતું અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડતું હતું. પરંતુ ચાલુ વર્ષે કેસર કેરીના ઉત્પાદન માટેનું સાનુકૂળ વાતાવરણ છે. આંબા પર મોર મોટા પ્રમાણમાં આવ્યો છે. આ જોઈ ખેડૂતો હરખાયા છે, પરંતુ ફરી એકવાર હવામાન વિભાગની આગાહીના કારણે ખેડૂતોના ચહેરા પર ચિંતાની રેખાઓ જોવા મળી રહી છે. ત્યારે સંભવિત કમોસમી વરસાદ ટળી જાય તેવી ખેડૂતો ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT