જુનાગઢઃ મામાના ઘરે આવેલા ભણાએ ભુલથી ઝેર પી લીધું, 5 વર્ષના બાળકનું મોત
જુનાગઢઃ જુનાગઢના કેશોદમાં એક ચોંકાવનારી ઘટના બની છે જે વડીલો માટે ચેતવણી રૂપ ઘટના કહી શકાય તેમ છે. અહીં એક બાળકે ભુલથી ઝેરી દવા પી…
ADVERTISEMENT
જુનાગઢઃ જુનાગઢના કેશોદમાં એક ચોંકાવનારી ઘટના બની છે જે વડીલો માટે ચેતવણી રૂપ ઘટના કહી શકાય તેમ છે. અહીં એક બાળકે ભુલથી ઝેરી દવા પી લેતા તેનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે બાળક રમત રમતમાં ક્યારેક એવું કરી બેસે છે કે તેના કારણે ઘણી ગંભીર સ્થિતિનું નિર્માણ થાય છે. શક્ય હોય તો આવી જોખમી વસ્તુઓ બાળકો સરળતાથી પહોંચી શકે તેવી ન મુકવા ઉપરાંત આવી જોખમી વસ્તુઓ અંગે બાળકોને જાણ પણ કરવી જોઈએ. એટલું જ નહીં શક્ય હોય તો એક જવાબદાર વડીલે બાળકોને પોતાની નજર સામે રમતા રહે તેવું ધ્યાન રાખી શકાય તો ઘણું હિતાવહ રહે છે. કારણ કે આ પરિવારે જ્યારે પોતાના 5 વર્ષના બાળકને મૃત અવસ્થામાં જોયો છે ત્યાર પછીને પરિવારની હાલતનું વર્ણન કરી શકાય તેમ નથી, તેમના હૃદયની પીડા જ બધું કહી આપે છે. પોલીસે આ મામલે હાલ તપાસ શરૂ કરી છે.
ગુજરાતી ફરજિયાતનું બિલ વિધાનસભામાં સર્વાનુમતે પસારઃ જો કોઈ શાળાએ ન માન્યું તો…
પરિવાર આઘાતમાં
જુનાગઢના કેશોદામં ખીરસરા ગામે 5 વર્ષના ભુલકાએ ભુલથી ઝેરી દવા પી લીધી છે. મામાના ઘરે આવેલા આ બાળકે અચાનક ઝેરી દવા પી લેતા તેનું મોત થતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામનાર બાળકનું નામ આયતબા અહેમદ હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ તે અહીં પોતાના મામાના ઘરે આવ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હોવાની પણ જાણકારી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આવી તો ઘણી ઘટનાઓ ગુજરાતમાં બની ચુકી છે, રાજકોટમાં રમતા રમતા બાળક બિલ્ડીંગ પરથી નીચે પટકાયું હોય, સુરતમાં રમતા રમતા બાળક રૂપિયાનો સિક્કો ગળી ગયું હોય. આમ બાળકો રમત રમતમાં કેટલાક અજાણ્યા જોખમને ભેટી જાય છે જેનાથી પરિવારે જ તેને બચાવવાનું હોય છે. સામાન્ય ભુલના ગંભીર પરીણામ ન ભોગવવા પડે તે માટે પરિવારોએ આટલું તો કરવું જ રહ્યું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT