Gujarat Tak Exclusive: ગાયબ Nilesh Kumbhani ના પત્નીનો મોટો ઘડાકો, સાંભળો શું કહ્યું

ADVERTISEMENT

Gujarat Tak Exclusive
નિલેશ કુંભાણીના પત્નીનો મોટો ઘડકો
social share
google news

Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા જ એક બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ અન્ય 8 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા. બે દિવસથી જ આ બાબતને લઈને રાજકારણ ગરમાય રહ્યું છે ત્યારે એવામાં ગાયબ થયેલા નિલેશ કુંભાણીને લઈ ચારેકોર ચર્ચા ચાલી રહી છે ત્યારે આજે ગુજરાત તક તેમના ઘરે પહોંચ્યું હતું અને તેમની પત્ની સાથે ખાસ વાતચીત કરી હતી. આ ખાસ વાતચીતમાં તેમની પત્ની દ્વારા ઘણા મોટા ખુલાસાઓ કરવામાં આવ્યા છે. ચાલો જાણીશું શું વાત થઈ છે...... 

પત્રકારનો પ્રશ્ન 1. બેન, નિલેશભાઈ કયારથી ગુમ થયા છે, ક્યાં છે અને શું આપના સંપર્કમાં છે?

નિલેશ કુંભાણીના પત્નીનો જવાબ: નહીં અત્યારે તો નથી પરંતુ બે દિવસ પહેલા સવારના 9:30 આસપાસ કહીને ગયા હતા કે જે ઉમેદવારી ફૉર્મ રદ્દ થયું છે તેની કાર્યવાહી માટે અમદાવાદ હાઇકોર્ટમાં અપીલ કરવાની હોય કે બીજી કોઈ કાર્યવાહી કરવાની હોય, કોઈ નેતાઓને મળવાનું હોય તેના માટે જઈ રહ્યા છે. ત્યારબાદ ડ્રાઈવર સાથે એકવાર વાત થઈ હતી. ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરો આવ્યા દિનેશભાઈ સાવલિયા અને તેમના પત્નીને તે અહી ઘરે આવીને નાટક કરી ગયા અને કહ્યું લોકશાહીના હત્યારા છે પછી તે અહીથી ચાલ્યા ગયા. તેમણે ડ્રાઈવરને પાછો મોકલી દીધો અને છેલ્લે તે અમદાવાદ છે તેવી વાત થયેલી બસ.

ADVERTISEMENT

પત્રકારનો પ્રશ્ન  2. કોઈ કહી રહ્યા છે મુંબઈ છે, ગોવા છે તો કોઈ કહે છે કે અમદાવાદમાં જ છે તો સાચું શું છે?

નિલેશ કુંભાણીના પત્નીનો જવાબ:  અત્યારે તો અમને પણ ખબર નથી પણ હા ફૉર્મ રદ્દ થયું છે તે અંગે પક્ષ તરફથી ઇન્ક્વાયરી જે કરવાની હોય તેના માટે જાય છે. બાકી તો બધી અફવા છે. બાકી તો કાર્યકર્તાઓ છે કે દિનેશભાઈ સાવલિયા જેને ટિકિટ જોતી હોય એમના માટેનો રોષ ઠાલવવા એમના માટે અહી આવીને બોલે છે તો જ્યારે ફૉર્મ ભરવાનું હતું એ સમયે દિનેશભાઈ અને તેમના પત્ની કયા હતા? કેમ કોઈ ન દેખાણાં? રેલીમાં પણ ન હતા અને કોઈ પણ કરી કરવામાં કેમ સાથે ન હતા?  દિનેશભાઈના પત્ની સાથે જ્યારે અમદાવાદ જવાનું થયું ત્યારે તે ઘરે જ હતા મારી પાસે સાબિત છે ત્યારે એ ગયા અને હું જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે  તે ઘરે આવ્યા અને અહી વિરોધના બેનર મારી જાય તો એક અફસોસ થાય. નિલેશ સમાજની સેવા કરે છે સમાજની વચ્ચે રહે છે. તેને ક્યારે પાર્ટી સાથે સંતાવાનું કામ નથી કર્યું તો કેમ આજે તેના ઉપર આવા આરોપ કરે છે તો તે જોવું જોઈએ. પક્ષે અને લોકે પણ આ બાબતે વિચારવા જેવુ છે. 

ADVERTISEMENT

પત્રકારનો પ્રશ્ન 3. લોકો એવું કહી રહ્યા છે કે નિલેશ કુંભાણી પાંચ કરોડમાં વેચાય ગયા છે? 

ADVERTISEMENT

નિલેશ કુંભાણીના પત્નીનો જવાબ: તો હવે એ તો નિલેશ કુંભાણી ખુદ પણ કહી શકે ને કે અત્યાર સુધી હું જે હર્યો છું પક્ષમાં રહીને તે બધુ તમારા લોકોનું પણ હોય શકે. તમે એના ન હોવાથી પક્ષમાં રહીને ઇન્ક્વાયરી  નથી કરવા દેતા અને પક્ષને પક્ષમાં આરોપો લગાવી રહ્યા છે અને તેમના જ ઉમેદવાર ઉપર આરોપ ખુદ લગાવે છે. તેમણે અત્યારે ઉમેદવાર સાથે ઊભું રહેવું જોઈએ. શું આ ભાજપ સરકારે કર્યું છે? અને બની શકે નિલેશને ખરીદી ન શકયા હોય એટલે તેમના ટેકેદારો સાથે આવું કર્યું હોય. 

પત્રકારનો પ્રશ્ન 4. શું ખરેખર ટેકેદારોનું અપહરણ થયું છે ખરી?

નિલેશ કુંભાણીના પત્નીનો જવાબ: એ તો બધી ઇન્ક્વાયરી થાય પછી ખબર પડે. પણ એવું હોય શકે ભાજપે આવા કોઈ કાર્યકરોને પણ જ્યારે નિલેશ કુંભાણીને પણ ન ખરીદી શક્યા હોય ત્યારે આવા કાર્યકરોને ખરીદી પછી તેના પર બધુ ઢોળવાનો પ્રયત્ન કરતી હોય.

Board Result: ગુજરાત બોર્ડ ધો.10 ના પરિણામના મહત્વના આંકડા, જુઓ અત્યાર સુધી કેવો રહ્યો છે ટ્રેન્ડ

પત્રકારનો પ્રશ્ન 5. શું નિલેશભાઈની સાથે જ કોંગ્રેસના લોકો ન હતા?

નિલેશ કુંભાણીના પત્નીનો જવાબ: બધે જ જોઈ જોવાનું છે. હા હતા ગોપાલભાઈ ઇટલીયા એમણે ગઠબંધન કર્યું તે બાદ લોકતંત્રને બચાવવા માટે કોંગ્રેસને મતની અપીલ કરવા માટે જાહેરમાં નિલેશની સાથે રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ સોલંકી છે, બાબુભાઇ છે  આવા મોટા મોટા નેતાઓ સાથે ન હતા જ્યારે એક ગોપાલભાઈ જેવા એક નાના નેતા સાથે રહ્યા હતા. તો લાગે છે કે ભાજપના હાથે એ જ નેતાઓ ખરીદાય ગયા હશે અને કા તો એ લોકોને ટિકિટ ના મળી હોય તો એનો રોષ ઠાલવવા માટે પણ આવું કરતાં હોય.

પત્રકારનો પ્રશ્ન 6. આપ આખા ઘટનાક્રમને લઈને શું વિચારો છો? 

નિલેશ કુંભાણીના પત્નીનો જવાબ: એ તો હવે પૂરી ઇન્ક્વાયરી થાય પછી ખબર પડે કેમ કે જે રીતે આ રીતે બધુ દેખાય રહ્યું છે મને ખુદને તો ખબર ના હોય અને નિલેશને પણ અત્યારે મારી સાથે વાત કરવાનો ટાઈમ ન હોય. 

પત્રકારનો પ્રશ્ન 7. તમારા જે બનેવી છે તેમની સાથે કોઈ વાતચીત થઈ છે? 

નિલેશ કુંભાણીના પત્નીનો જવાબ: ના, એમની જોડે પણ કોઈ વાતચીત નથી થઈ જો એમની સાથે થઈ જ હોય તો ત્યારે તેમને હાજર કરી દીધા હોત. 

સુરતમાં કોંગ્રેસના જ ઉમેદવારે કર્યું 'મેચ ફિક્સિંગ'? 'ઓપરેશન બિનહરીફ' માટે 5 સ્ટાર હોટલમાં લખાઈ હતી સ્ક્રીપ્ટ!

પત્રકારનો પ્રશ્ન 8. શું પોલીસ કરશે ઇન્ક્વાયરી?

નિલેશ કુંભાણીના પત્નીનો જવાબ: હા, એ તો પક્ષ તરફથી કાર્યવાહી બધી થઈ જ રહી હોય ને અને પક્ષના સંપર્કમાં તો હોય જ ને. 

પત્રકારનો પ્રશ્ન 9. નિલેશભાઈ આપના સંપર્કમાં છે ક્યાંય ગાયબ નથી શું એમ કહી શકાય?

નિલેશ કુંભાણીના પત્નીનો જવાબ: એમ તો સંપર્કમાં જ છે ને. જેમ કે જ્યારથી આ વાત થાય છે બે દિવસ પહેલા તો ત્યારે ઘરે જ હતા. એટલે કોઈ પણ માણસનું ફૉર્મ રદ્દ થાય છે તે અપસેટ થયા હોય અને પક્ષના જ લોકો જ્યારે એમને મદદ ન કરતાં હોય તો તે થોડોક ટાઈમ અપસેટ રહે. 

પત્રકારનો પ્રશ્ન 10. એવી વાત પણ ચર્ચાઈ રહી છે કે નિલેશભાઈ હવે ભાજપ સાથે જોડાવાના છે તો એ વાત પર શું કહેશો?

નિલેશ કુંભાણીના પત્નીનો જવાબ: ના..ના... તો તો એને જોવવું જ હોય તો આટલી હાર થઈ એમની છતાં એ લોકોની વચ્ચે હમેશાં ઊભા હતા. તો ત્યારે જ ન જતાં રહે. અત્યારે પણ નહીં અને ક્યારે પણ.... તે હમેશાં પક્ષ સાથે જ રહેશે.    
 

વધુ માહિતી માટે જુઓ આ ઇન્ટરવ્યૂ

 

    follow whatsapp

    ADVERTISEMENT