लाइव

Gujarat Rain Live Updates: ગુજરાતીઓ સાવધાન! હવે મેઘરાજા બતાવશે અસલી રંગ, જાણો હવામાન વિભાગની ભારે આગાહી

malay kotecha

ADVERTISEMENT

Gujarat Rain
ગુજરાતમાં મેઘરાજાની જમાવટ
social share
google news

Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી?

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 04:32 PM • 27 Jul 2024
    તાપીમાં વરસાદે મચાવી તબાહી

    દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં થોડા કલાકોના વરસાદે તબાહી મચાવી છે, જિલ્લાના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ ધસી પડ્યા છે અને તૂટી ગયા છે.  સોનગઢથી આહવાને જોડતો પુલ બે ટુકડા થઈ ગયો છે.વ્યારા અને જાખરી પેરવાડ લાખાલી ગામને જોડતો અડધો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા બાદ તાપી જિલ્લાના 115 જેટલા રસ્તાઓનું સમારકામ પણ શરૂ કરવામાં આવ્યું છે.

     

  • 04:18 PM • 27 Jul 2024
    ગુજરાતમાં ફરી એક નવી સિસ્ટમ સક્રિય

    ગુજરાતમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમ બાદ હવે મધ્ય ગુજરાતમાં ફરી એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. જુઓ ક્યાં અપાયું રેડ એલર્ટ

     

  • 02:37 PM • 27 Jul 2024
    Gujarat Rain: આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે

    રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે અમદાવાદ, વડોદરા અને છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો આવતીકાલે સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. ઓફસૉર ટ્રફ અને શિયરઝોન સક્રિય થતાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. 

     

     

  • 12:16 PM • 27 Jul 2024
    વડોદરાના રસ્તાઓ પર મગર

    વડોદરામાં અનેક જગ્યાએ મગરો રસ્તા પર આવી ગયા છે. ગતરાત્રે એક મગર માનવ વસાહતની વચ્ચે આવી ગયો હતો. જેને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમે રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો હતો.

     

     

  • ADVERTISEMENT

  • 12:10 PM • 27 Jul 2024
    રાજ્યમાં અત્યાર સુધીમાં 54.46 ટકા વરસાદ વરસ્યો

    ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 54.46 ટકા વરસાદ વરસ્યો છે.  સૌથી વધુ કચ્છમાં 75.67 ટકા, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 73.57 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 66.05 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  તો મધ્ય ગુજરાતમાં 33.29 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 29.55 ટકા સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે.

  • 09:55 AM • 27 Jul 2024
    પરેશ ગોસ્વામીની વરસાદની આગાહી

     

  • ADVERTISEMENT

  • 09:41 AM • 27 Jul 2024
    Gujarat Rain : 28 જુલાઈના રોજ અહીં પડશે ભારે વરસાદ

    તો આવતીકાલે એટલે કે 28 જુલાઈના રોજ  અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ સહિતના સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. તો સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ વરસી શકે છે.  

  • 09:40 AM • 27 Jul 2024
    આજે ક્યાં વિસ્તારોમાં છે વરસાદની આગાહી?

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે જેને લઈને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે એટલે કે 27 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, દીવ, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે.

  • 09:40 AM • 27 Jul 2024
    Gujarat Rain : 24 કલાકમાં 97 તાલુકાઓમાં વરસાદ

    ગુજરાતમાં મેઘરાજાએ થોડી બ્રેક મારી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધીમાં 97 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લામાં નોંધાયો છે. તાપી જિલ્લામાં 24 કલાકમાં 59 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે છોટાઉદેપુરમાં 57 મિમિ વરસાદ નોંધાયો છે. તો આણંદમાં 47 મિમિ, વડોદરામાં 39 મિમિ, સોનગઢમાં 33 મિમિ, જાંબુઘોડામાં 32 મિમિ, સાવલીમાં 31 મિમિ, પાવી જેતપુરમાં 27 મિમિ વરસાદ નોંધાયો છે.

follow whatsapp

ADVERTISEMENT