लाइव

Gujarat Rain Live Updates: વીજળીના કડાકા-ભડાકા સાથે ભાવનગરમાં વરસાદ, જાણો 72 કલાકમાં ક્યાં-ક્યાં થશે મેઘમહેર

ADVERTISEMENT

ગુજરાત વરસાદ
Gujarat Rain
social share
google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અટડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 07:33 PM • 21 Jun 2024
    Gujarat Rain: બોટાદ શહેરમાં ભરાયા પાણી

    રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં બોટાદ શહેરમાં બપોરે વરસાદ પડ્યા બાદ શહેરના રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. શહેરના ભાવનગર રોડ પર પાણી ભરાઈ ગયું છે. જેના કારણે વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. ભાવનગર રોડ પર રેલવે અંડર બ્રિજમાં પણ પાણી ભરાઈ ગયું છે. 
     

  • 07:32 PM • 21 Jun 2024
    ભાવનગરમાં વરસાદી માહોલ

    ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદી માહોલ, જેસર તાલુકાના મોરચુપણા, જડકલા, કંદમગીરી, ભંડારીયા, વડાલ, અયાવેજ સહિત ગામડાઓમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે.  જેસરના ગ્રામ્ય પંથકમાં અને ઉપરવાસ પડેલા ભારે વરસાદનાં કારણે નદી નાળાઓ પણ છલકાયા છે. હાલ અંધારપટ વાતાવરણ વચ્ચે જેસર તાલુકાનાં ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે

  • 04:56 PM • 21 Jun 2024
    Gujarat Rain: ચોમાસું આગામી 72 કલાકમાં સક્રિય થશે

    હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં અટકી ગયેલું ચોમાસું આગામી 72 કલાકમાં આગળ વધશે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 24થી 26 જૂન દરમિયાન મેહુલિયો વરસશે. 28 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
     

  • 04:55 PM • 21 Jun 2024
    2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

    હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 2 દિવસ ગુજરાતમાં પવનની ગતિ 40 થી 45 કી.મી પ્રતિકલાકની રહી શકે છે. ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસે તે માટે ગુજરાતીઓને રાહ જોવી પડશે.

  • ADVERTISEMENT

  • 12:25 PM • 21 Jun 2024
    Gujarat Rain: આજે સૌરાષ્ટ્રપંથક પર રહેશે વરસાદ

    આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમરેલી, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારીમાં વરસાદની આગાહી કરાઇ છે

  • 10:57 AM • 21 Jun 2024
    Gujarat Rain: હવામાન વિભાગની આગાહી

    22 જૂન: અરવલ્લી ,દાહોદ ,મહીસાગર ,પંચમહાલ વડોદરા ,છોટાઉદેપુર, સુરત ,ડાંગ ,નવસારી, વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી 

    23 જૂન: બનાસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી, પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી , વલસાડ ,તાપી ,દમણ  દાદરા નગર હવેલી ,પોરબંદર ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર, ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી 

    24,25, 26 જુન: સમગ્ર રાજ્યમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી

  • ADVERTISEMENT

  • 10:10 AM • 21 Jun 2024
    Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં

    છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં 33 મીમી, નડિયાદમાં 33 મીમી, ચોર્યાસીમાં 22 મીમી, ઉમરગાંવમાં 21 મીમી, કુકરમુંડામાં 15 મીમી, જલાલપોરમાં 14 મીમી, માતરમાં 11 મીમી અને નાંદોદમાં 10 મીમી વરસાદ નોંધાયો છે. વાપી, ઓલપાડ અને જોટાણામાં 9-9 મીમી, નિઝરમાં 7 મીમી, ધોળકા અને નેત્રંગમાં 6-6 મીમી, ચીખલી અને સુરતના માંડવીમાં 5-5 મીમી વરસાદ નોંધાયો છે.

  • 09:35 AM • 21 Jun 2024
    Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં-ક્યાં વરસાદ?
  • 09:29 AM • 21 Jun 2024
    Gujarat Rain: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી

    હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં મેધરાજાની પધરામણી જોવા મળી શકે છે. વલસાડ, દમણ અને દાદાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
     

follow whatsapp

ADVERTISEMENT