लाइव

Gujarat Rain Live Updates: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ, બાબરા સવા બે ઈંચ વરસાદથી પાણી-પાણી

Yogesh Gajjar

ADVERTISEMENT

ગુજરાત વરસાદ
Gujarat Rain
social share
google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અટડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 07:35 PM • 18 Jun 2024
    Gujarat Rain: વલસાડ શહેર તેમજ તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો 

    વલસાડ શહેર તેમજ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો, અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વલસાડ જિલ્લાના અન્ય તાલુકામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.  વલસાડ શહેર તેમજ  ધરમપુરમાં અને તેની આસપાસના ગામોમાં પણ મેઘમહેર જોવા મળી હતી. રસ્તાઓ પાણી-પાણી થયા હતા જેને લઈ પ્રિમોન્સૂન કામગીરી ઉપર ઉઠ્યા સવાલો હતા.

  • 06:22 PM • 18 Jun 2024
    Gujarat Rain: અમરેલી જિલ્લામાં મેઘાવી માહોલ યથાવત

    અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકા મથકો પર વરસ્યો વરસાદ, જાફરાબાદ કૉસ્ટલ બેલ્ટ પર લોર, પીછડી, ટીમ્બી, ફાચરીયા ગામે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.   
     

  • 04:08 PM • 18 Jun 2024
    Gujarat Rain: ગીર સોમનાથમાં વરસાદી ઝાપટાં

    ગુજરાતના અનેક શહેરોમાં અને તાલુકામાં વરસાદ થઈ રહ્યો છે, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આજે સવારે સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. જેના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. 

  • 03:35 PM • 18 Jun 2024
    Gujarat Rain: રાજુલાના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો

    અમરેલીના રાજુલા પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાજુલા શહેર સહિત ડુંગર, માંડરડી, ઝાપોદર, આગરીયા સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. અસહ્ય ગરમી બાદ વરસાદથી વાતાવરણ ઠંડક પ્રસરી હતી.

  • ADVERTISEMENT

  • 03:11 PM • 18 Jun 2024
    Gujarat Rain: આટલા વિસ્તારોમાં વરસાદ

    ડાંગ, અમરેલી, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા સહિતના અન્ય વિસ્તારોમાં વરસાદની રમઝટ જોવા મળી હતી.

  • 02:48 PM • 18 Jun 2024
    Gujarat Rain: ભરૂચમાં વરસાદ

    ભરૂચ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું હતું,  અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાપોદ્રા, ગડખોલ, ભડકોદ્રા, પીરમાણ અને કોસમડી સહિતના ગામડાઓમાં ભારે વરસાદનો માહોલ જોવા મળ્યો હતો.

  • ADVERTISEMENT

  • 02:45 PM • 18 Jun 2024
    Gujarat Rain: અમરેલી જિલ્લામાં વરસાદ

    અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો
    ધારી ગીર પંથક બાદ જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથકમાં વરસાદ
    જાફરાબાદના લોર ફાચરીયા ગામે શરૂ થયો વરસાદ
    લોર ગામની શેરીઓમાં પાણી થયા વહેતા
    કૉસ્ટલ બેલ્ટના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ

  • 02:19 PM • 18 Jun 2024
    Gujarat Rain: સુરત જિલ્લામાં મેધરાજાની એન્ટ્રી

    સુરત જિલ્લાના પીપલોદ, ઉમરા, રાંદેર, ડુમસ, અને અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ માહોલ

  • 12:03 PM • 18 Jun 2024
    Gujarat Rain: નવસારીમાં દેવધા ડેમના 20 દરવાજા ખોલતા એલર્ટ

    નવસારીમાં ગણદેવી તાલુકામાં દેવધા ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે અંબિકા નદીના કિનારે 19થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

  • 10:11 AM • 18 Jun 2024
    રાજ્યમાં આજે ક્યાં-ક્યાં વરસાદની આગાહી?

    રાજ્યમાં આજે સુરત, ડાંગ, નવસારી, ભરૂચ, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તથા ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • 09:51 AM • 18 Jun 2024
    24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં અમરેલીના બાબરામાં સૌથી વધારે સવા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. તો ગારિયાધાર, લીલીયા, ક્વાન્ટમાં 1-1 ઈંચ વરસાદ પડ્યો હતો.

  • 09:49 AM • 18 Jun 2024
    સુરતમાં સવારથી વરસાદી માહોલ

    સુરતમાં પીપલોદ, ઉમરા, રાંદેર, ડુમસ, અઠવા ગેટ સહિતના વિસ્તારમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. લાંબા વિરામ બાદ વરસાદથી લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. તો વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

follow whatsapp

ADVERTISEMENT