लाइव

Gujarat Rain Live Updates: આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે વરસાદની ભારે આગાહી, આ જિલ્લાના લોકો રહેજો તૈયાર

Yogesh Gajjar

ADVERTISEMENT

વરસાદ લાઈવ અપડેટ્સ
Gujarat Rain
social share
google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અટડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 07:09 PM • 17 Jun 2024
    Gujarat Rain: 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ ખાબક્યો

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધારે દ્વારકા જીલ્લામાં પડ્યો હતો. 

  • 06:38 PM • 17 Jun 2024
    Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ ક્યારે થશે મજબૂત?

    હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે જેમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામા આવી છે.. હાલ ચોમાસુ નવસારી સુધી પહોંચ્યું છે, જુઓ સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં...

     

  • 06:11 PM • 17 Jun 2024
    Gujarat Rain: રાજકોટમાં ખેડૂતો ખુશ

    રાજકોટ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદી વાતાવરણ છે.  જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.  

  • 06:01 PM • 17 Jun 2024
    Gujarat Rain: બોટાદમાં વરસાદની રમઝટ

    ગઢડા શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, પવન સાથે વરસાદ પડ્યો હતો. ગઢડાના રામપાડા, વાવડી ગામમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. રામપરા ગામમાં મુશળધાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા અને રસ્તાઓમાં પાણી ઘુસી ગયા હતા. ધીમીધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

  • ADVERTISEMENT

  • 05:22 PM • 17 Jun 2024
    Gujarat Rain: ત્રણ કલાકમાં ગાજવીજ સાથે વરસાદ

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યના નર્મદા, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.   

  • 05:15 PM • 17 Jun 2024
    Gujarat Rain: ડાંગ જિલ્લામાં મેધરાજાની એન્ટ્રી

    ડાંગ જિલ્લામાં બપોર બાદ વરસાદ શરૂ થતા આહવા, વઘઈ સહિત જિલ્લાના ખેડૂતોમાં આનંદ છવાયો હતો. 

  • ADVERTISEMENT

  • 05:13 PM • 17 Jun 2024
    Gujarat Rain: નર્મદા જિલ્લામાં વરસાદ

    નર્મદા જિલ્લામાં વરસાદઃ જિલ્લાના રાજપીપળા સહિત અનેક ગામોમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે.

     

  • 04:39 PM • 17 Jun 2024
    Gujarat Rain: સાવરકુંડલામાં ભારે વરસાદ

    Gujarat Rain: અમરેલીના સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાવરકુંડલાના બોરાળા, જીરા, જૂના સાવર, ખડકાળા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. ખારાપાટના ગણાતા ગામોમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

  • 04:24 PM • 17 Jun 2024
    અમરેલીના લીલીયામાં ધોધમાર વરસાદ

    અમરેલીના લીલીયા શહેરમાં ધોધમાર વરસાદ પડતા શેરીઓ પાણી પાણી થઈ છે. વરસાદથી શહેરની મધ્યમાંથી પસાર થતી નાવલી નદીમાં નવા નીર આવ્યા હતા. પવનના સૂસવાટા સાથે લીલીયા શહેરમાં ધોધમાર વરસાદથી વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે.

  • 02:39 PM • 17 Jun 2024
    Gujarat Rain: ભાવનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદ

    ભાવનગર જિલ્લામાં ફરી આજે ત્રીજા દિવસે મેઘ મહેર થઈ. જિલ્લાનાં પાલીતાણા પંથકમાં મેઘરાજાનું આગમન થયું છે. પાલીતાણાનાં ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા, આદપુર, સેજળીયા, ખીજડળીયા, મોખડકા માલપરા, ભારાટીંબા, મઢડા સહિતના પંથકમાં વરસાદી માહોલ છે. પાલીતાણા શહેર અને ગ્રામ્ય પંથક મેઘરાજની એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

     

     

  • 02:12 PM • 17 Jun 2024
    Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ કયા પડ્યો

    દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સવા 9 ઈંચ વરસાદ

    પોરબંદર જિલ્લામાં અઢી ઈંચ વરસાદ

    ભાણવડ તાલુકામાં બે ઈંચ વરસાદ

    રાણાવાવ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ

    નખત્રાણા તાલુકામાં એક ઈંચ વરસાદ

    ગારિયાધારમાં એક ઈંચ વરસાદ

    છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં અડધા ઈંચ સુધીનો વરસાદ

  • 12:39 PM • 17 Jun 2024
    વેરાવળ-સોમનાથમાં પણ વરસાદ

    વેરાવળ-સોમનાથમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો હતો. જેના પગલે અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વેરાવળ, સોમનાથ, ભાલકા સહિતના વિસ્તારમાં વરસાદથી રસ્તાઓ ભીના થયા હતા. 

  • 12:34 PM • 17 Jun 2024
    ગુજરાતમાં આજથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યભરમાં આજથી 22 જૂન સુધી કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની આગહી કરી છે. અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની પણ આગાહી તેમણે કહી છે, જેની અસર ગુજરાતના હવામાન પર થશે. 

  • 11:22 AM • 17 Jun 2024
    દેવભૂમિ દ્વારકામાં પડેલા વરસાદના આંકડા
    દ્વારકામાં વરસાદના આંકડા
  • 11:04 AM • 17 Jun 2024
    નર્મદા નદીમાં ન્હાવા અને પ્રવેશવા પર પ્રતિબંધ

    નર્મદા: જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રવાસીઓને જળાશયોમાં ન્હાવા તથા અન્ય કારણોસર પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નર્મદા નદીમાં સ્નાન અથવા કોઈપણ જાતની વિધિ કરવા માટે પ્રતિબંધ મુકવાના નિર્ણયથી સાધુ સંતો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષની લાગણી જોવા મળી છે.

  • 09:59 AM • 17 Jun 2024
    ગુજરાતમાં આજે કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી?

    હવામાન વિભાગે અરવલ્લી, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી છે.

  • 09:55 AM • 17 Jun 2024
    જામ ખંભાળિયામાં સાડા નવ ઈંચ વરસાદ

    દ્વારકા જિલ્લામાં વહેલીસવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. સવારે દ્વારકામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો. તો બીજી તરફ ખંભાળિયામાં એક જ દિવસમાં સાડા નવ ઈંચ વરસાદથી આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. 

follow whatsapp

ADVERTISEMENT