लाइव

Gujarat Rain Live Updates: છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં મેઘરાજા વરસ્યા, આજે દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Yogesh Gajjar

ADVERTISEMENT

ગુજરાત વરસાદ
Gujarat Rain News
social share
google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અટડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:55 PM • 20 Jun 2024
    Gujarat Rain: હવામાન વિભાગે કરી આગાહી

    22 જૂન: અરવલ્લી ,દાહોદ ,મહીસાગર ,પંચમહાલ વડોદરા ,છોટાઉદેપુર, સુરત ,ડાંગ ,નવસારી, વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી 

    23 જૂન: બનાસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી, પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી , વલસાડ ,તાપી ,દમણ  દાદરા નગર હવેલી ,પોરબંદર ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર, ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી 

    24,25, 26 જુન: સમગ્ર રાજ્યમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી

  • 05:35 PM • 20 Jun 2024
    Gujarat Rain: આવતીકાલે આ જિલ્લામાં વરસાદની આગાહી

    21 જૂન અમદાવાદ, આણંદ ,વડોદરા  ,સુરત ,નવસારી ,વલસાડ  તાપી, દમણ ,દાદરા નગર હવેલી, પોરબંદર ,જુનાગઢ, અમરેલી  ભાવનગર, ગીર સોમનાથ ,દીવ,કચ્છમાં વરસાદની આગાહી 

  • 03:46 PM • 20 Jun 2024
    Gujarat Rain: રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
    • રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 
    • વલસાડ,દમણ ને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી 
    • આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના 
    • રાજ્યમાં પવનનો ગતિ 40 થી 45 કીમી પ્રતિકલાકની રહે 
    • સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
       
  • 01:49 PM • 20 Jun 2024
    Ambalal Patel ની મોટી આગાહી

    અંબાલાલ પટેલે આગાહી આગાહી કરી છે કે, આગામી 23 જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે. ત્યારબાદ ચોમાસું 30 જૂન સુધીમાં  સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. 24 થી 26 જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે. આજથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને 30 જૂન મગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.  અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં સર્વત્ર વરસાદ 24 થી 30 જૂનની વચ્ચે જોવા મળી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર સહિત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ સિવાય પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં ઝરમર વરસાદનો માહોલ જોવા મળી શકે છે.
     

    વધુ વાંચો:- આંધી-ગાજવીજ અને ભારે પવન....આ તારીખથી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, Ambalal Patel ની મોટી આગાહી

  • ADVERTISEMENT

  • 12:18 PM • 20 Jun 2024
    Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં સવારથી મેઘમહેર

    હવામાન વિભાગની આગાહીને પગલે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ. વલસાડ, સુરત, નવસારી, ભરૂચ, ડાંગ તથા વડોદરામાં વરસાડ નોંધાયો હતો. સાથે જ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી તથા ભાવનગરમાં પણ વરસાદ પડ્યો.

  • 10:22 AM • 20 Jun 2024
    Gujarat Rain: વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

    વલસાડ શહેરમાં સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી અનેક વિસ્તારો પાણી-પાણી થયા છે. એક કલાકમાં 1.38 ઈંચ જેટલા વરસાદથી એમ.જી રોડ, ખત્રીવાડ, છીપવાડ, દાણાબજાર તથા છીપવાડ અંડપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

  • ADVERTISEMENT

  • 10:13 AM • 20 Jun 2024
    ગુજરાતમાં આજે ક્યાં વરસાદની આગાહી?

    વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મહીસાગર, દાહોદ તથા અરવલ્લીમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદની આગાહી છે.

  • 10:11 AM • 20 Jun 2024
    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં-ક્યાં વરસાદ?

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ પડ્યો. જ્યારે વલસાડ શહેરમાં સવા બે ઈંચ, તો સુરતના પલસાણામાં સવા ઈંચ, નવસારી શહેર અને જલાલપોરમાં 1-1 ઈંચ, વાપી, પારડીમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત નવસારીના ચીખલીમાં 20 એમ.એમ, ડાંગ-આહવામાં 13 એમ.એમ, ભરૂચના વાલીયામાં 12 એમ.એમ તો સુરતના ઓલપાડમાં 11 એમ.એમ વરસાદ નોંધાયો. 

follow whatsapp

ADVERTISEMENT