Gujarat Rain: અમરેલી,ભાવનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાં મેઘમહેર, ગાજવીજ સાથે મુશળધાર વરસાદ

Gujarat Tak

ADVERTISEMENT

Gujarat Rain
Gujarat Rain
social share
google news

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ ગયું છે, આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી. જેમાં અમરેલી,રાજકોટ,જામનગર, ભાવનગર અને તાપી સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના 20 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

રાજ્યમાં આજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.  અમરેલીના ગ્રામીણ વિસ્તારોમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો. અમરેલીના મોટા ગોખરવલા, દેવભૂમિ દેવળીયા, લાપાળીયા, ચાંદગઢ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો હતો. મોટા ગોખરવલા ગામ ધોધમાર વરસાદથી પાણી પાણી થયું અને ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આવ્યા સામે આવ્યા હતા. સતત એક કલાકથી અવિરત મેઘમહેર જોવા મળી હતી. 

ખેડૂતો માટે ખુશખબરી: 20 જૂનથી શરૂ થશે ટેકાના ભાવે ખરીદી, કૃષિમંત્રીની જાહેરાત

ભાવનગરમાં વાવણી લાયક વરસાદ

અમરેલી સિવાય ભાવનગરના શિહોર તાલુકાના વરલ ગામે મીની વાવાઝોડાની જેમ ભારે પવન સાથે ધોધમાર વરસાદી દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાવનગર જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં અચાનક આવ્યો પલ્ટો, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વાદળછાયા વાતાવરણને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગારીયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.

ADVERTISEMENT

તાપી જિલ્લામાં વરસાદી માહોલ

તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વાલોડ તાલુકામાં બપોરના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ વરસ્યો હતો, જેથી ઠંડક પ્રસરી ગઈ હતી. તાપીના વ્યારા, સોનગઢ, વાલોડમાં આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો.

ગુજરાતમાં ભાજપને ક્લીન સ્વિપ ન મળી, જવાબદાર કોણ? દિલ્હી દરબાર જતાં પહેલા પાટિલ શું બોલ્યા

રાજકોટમાં ઝરમર વરસાદ

રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. આજે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. રાજકોટ શહેરના કાલાવડ રોડ, એરપોર્ટ રોડ, હનુમાન મઢી ચોક, જિલ્લા પંચાયત ચોક, કલેક્ટર ઓફિસ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું.

ADVERTISEMENT

24 કલાકમાં 25 તાલુકાઓમાં નોંધાયો વરસાદ

તો છેલ્લા 24 કલાકમાં ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો ગુજરાતના 25 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ પાલિતાણામાં પડ્યો છે. પાલિતાણામાં 24 કલાકમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વઘઈ, તળાજા અને માણસામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. સાથે વઢવાણ, ધ્રાંગધ્રા, સુરત, ધંધુકા, જેસર, પડધરી, કલોલ, સુબિર, રાજકોટ, માંગરોળ,  અમદાવાદ, દહેગામમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT