ચોરે પોલીસ માટે લખી ચીઠ્ઠીઃ ઝાલોદમાં હીરોના શોરૂમમાં ચોરી કર્યા પછી ચોરની ‘શાણપટ્ટી’

ADVERTISEMENT

ચોરે પોલીસ માટે લખી ચીઠ્ઠીઃ ઝાલોદમાં ચોરીને અંજામ આપી, ચોરની 'શાણપટ્ટી'
ચોરે પોલીસ માટે લખી ચીઠ્ઠીઃ ઝાલોદમાં ચોરીને અંજામ આપી, ચોરની 'શાણપટ્ટી'
social share
google news

શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ચોર આમ તો વગર કહ્યે જ પોલીસને અવારનવાર પડકાર આપતા જ હોય છે. ચોરો, તસ્કરો, લૂંટારુંઓ સામે પોલીસની કડક કામગીરી છતા પણ ભય દેખાઈ રહ્યો નથી. ઉલટાનું ચોર હવે જાણે લેખિતમાં જ પોલીસને પત્ર લખી પડકારી રહ્યાની ઘટના પણ સામે આવી છે. ઝાલોદમાં એક ચોરે પોલીસ સ્ટેશનની અત્યંત નજીક ચોરીને અંજામ આપ્યો, ઉપરથી પોલીસ માટે પત્ર પણ છોડી ગયો કે, તાકાત હોય તો પકડી બતાવો આ રહ્યો મારો ફોન નંબર… જોકે હવે આ ચોરની શું હાલત કરે છે પોલીસ અથવા ચોર કેવી રીતે પોતાની આ શાણપટ્ટીને સાબિત કરવા પોલીસને કેવી નચાવે છે તે જોવું રહ્યું.

ક્યાં થઈ ચોરી
ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારની 100 મીટરના અંતરમાં હીરો મોટર સાયકલનો શો રૂમ આવ્યો છે. તારીખ 18-05-2023 ના રોજના રૂટિન મુજબ રાત્રે 8 વાગ્યે હીરો મોટર સાયકલનો શો રૂમ બંધ કરવામાં આવ્યો હતો. બીજે દિવસે સવારે 19-05-2023 સવારે 9 વાગ્યે કામદાર વસૈયા રોહીત દ્વારા શો રૂમ ખોલવામાં આવ્યો હતો ત્યાં અંદર પ્રવેશ કરતા સોફા પર સામાન વેરવિખેર પડેલો હતો તેમજ ઓફિસનું તાળું તૂટેલું હતું. ઓફિસની અંદર પણ બધો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો ત્યાર બાદ કામદાર વસૈયા રોહીત દ્વારા શો રૂમના માલિક ઇમરાન ગુંડાલાને આ અંગે માહિતી આપી હતી. ઇમરાન ગુડાલા દ્વારા તપાસ કરાતા ઓફિસની અંદરથી 60000 રોકડા તેમજ કેમેરાનું ડીવીઆર ચોરી થયેલું હોવાની જાણ થઈ હતી.

ધીરેન્દ્ર શાસ્ત્રી મામલે ગુજરાતી રાજકારણમાં ગરમાવોઃ પાટીલ પહોંચ્યા બાગેશ્વર ધામના કાર્યાલયની મુલાકાતે

ચોરે ચીઠ્ઠીમાં કહ્યા અપશબ્દો
તેમજ સૌથી ચોંકાવનાર ઘટના મુજબ ચોર પોલીસ માટે ચીઠ્ઠી છોડીને ગયો હતો. ચોરે લખ્યું હતું કે, મૈ હું ચોર નાથુભાઇ નિનામા, મો.નં 972*46***9 અને તેની સાથે અપશબ્દો લખી કહ્યું તાકાત હોય તો પકડી બતાવો. આવી ચીઠ્ઠી ચોર મૂકી ગયો હતો અને શો રૂમની પાછળના ભાગમાંથી આવી ચોરી કરી નાશી ગયો હતો. હવે આ ચોરની ચીઠ્ઠી ઝાલોદમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. પોલીસને પડકારનારો આવો ચોર કે જે પોતાનું નામ અને ફોન નંબર પણ છોડી ગયો હોય તો તેવા ચોરને પોલીસ હવે કેવી રીતે પકડે છે અને તેને કાયદાનો પાઠ કેવી રીતે ભણાવે છે તે જાણવાની સહુમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT