નવસારીઃ કોર્ટ કમ્પાઉન્ડમાં જ શખ્સ જામીન પર છૂટેલા આરોપી પર મુક્કાઓથી વરસી પડ્યો- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવસારીઃ કોર્ટ કમ્પાઉન્ડમાં જ મારામારીનો વીડિયો વાયરલ થવા લાગ્યો છે. આ ઘટનામાં એક શખ્સ મારામારીના કેસમાંથી હમણાં જ જામીન પર છુટ્યો હતો તેના જ પર આજે કોઈ શખ્સ કોર્ટ કમ્પાઉન્ડમાં મુક્કાઓથી વરસી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોર્ટ કમ્પાઉન્ડમાં જ ખુલ્લે આમ મારા મારીના દૃષ્યોથી લોકો પણ ચોંકી ગયા હતા. અહીં હાજર એક વ્યક્તિએ પોતાના ફોનમાં આ સમગ્ર ઘટનાનો વીડિયો કંડારી લીધો હતો. આ વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે.

CM ની તમામ મહાનગરપાલિકાના કમિશ્નરો સાથે બેઠક, શહેરી આયોજન અંગે ચર્ચા

કોર્ટમાં જામીનના ડોક્યૂમેન્ટ્સ જમા કરાવવા આવ્યો હતો
નવસારી કોર્ટ કમ્પાઉન્ડમાં મારામારીની ઘટનાનો એક વીડિયો વાયરલ થવા લાગ્યો છે. નવસારી શહેરમાં રહેતા વાઘા ભરવાડ નામના વ્યક્તિએ ટાઉન પોલીસમાં અજાણ્યા હુમલાખોર સામે ફરિયાદ આપી છે. ચાર મહિના પહેલા જ વાઘા ભરવાડ સામે મારામારીની ફરિયાદ થઈ હતી. જેમાં તેને 3 જાન્યુઆરીએ જામીન પર છૂટકારો મળ્યો હતો. જોકે આ શરતી જામીન હતા જે પ્રમાણે વાઘા ભરવાડ આજે જામનના શરતી ડોક્યૂમેન્ટ્સ કોર્ટમાં જમા કરાવવા આવ્યો હતો.

ADVERTISEMENT

દમણ ભાજપ જિલ્લા પંચાયત પ્રમુખ નવીન પટેલ અને તેના નાના ભાઈ અશોક સામે FIR, 5 દિવસના રિમાન્ડ

બાર એસોશિએસનના પ્રમુખ યુવકને બચાવતા દેખાયા
દરમિયાન કોઈ શખ્સે તેની ફેટ પકડી અને તેના પર મુક્કાઓથી વરસી પડ્યો હતો. જોકે વાઘા ભરવાડને એ પણ ખબર નથી કે આ વ્યક્તિ કોણ છે, પણ વાઘા ભરવાડનું કહેવું છે કે આ શખ્સને RVD ગ્રુપના જય નાયક અને એડવોકેટ વિજય નાયકે સોપારી આપી છે. કોર્ટ કમ્પાઉન્ડમાં થયેલા આ હુમલામાં બાર એસોશિએશનના પ્રમુખ રાકેશ પરદેશી વાઘા ભરવાડને બચાવતા દેખાયા હતા.

(વીથ ઈનપુટઃ રોનક જાની, નવસારી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT