જુનાગઢના ભાખરવડ ડેમમાં 4 લોકો ડૂબ્યા, 1 વ્યક્તિ હજુ પણ ગુમ, 2ના મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

જુનાગઢઃ જુનાગઢના માળીયા હાટીનાના ભાખરવડ ડેમમાં ચાર વ્યક્તિના ડૂબી જવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. આ ઘટનામાં જોકે તંત્રએ તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. શોધખોળની કામગીરી દરમિાયન ત્રણ વ્યક્તિ મળી આવ્યા હતા જોકે એક વ્યક્તિ હજુ પણ ગુમ હોવાની માહિતીઓ મળી રહી છે.

સાબરકાંઠાઃ ઉત્તરાયણમાં આ ગામમાં દેવ ચકલી પકડી ઘી-ગોળ ધરાવવાનો રિવાજ

મહિલા અને પુરુષનું મોત
જુનાગઢના માળીયા હાટીનાના ભાખરવડ ડેમમાં ચાર વ્યક્તિ ડૂબી ગયાની ઘટના બનતા ભારે ચિંતાનો માહોલ ઊભો થયો હતો. પાણીમાં ગરકાવ ત્રણ વ્યક્તિની ભાળ મળી આવતા મહદ અંશે લોકોને હાંશકારો થયો હતો. ત્રણેય વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે હજુ પણ એક વ્યક્તિ મળી રહ્યો ન હોઈ લોકોમાં ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. હજુ પણ ગુમ વ્યક્તિને શોધવા તરવૈયાની ટીમ દ્વારા ભાખરવડ ડેમમાં સતત તપાસ કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતા તરવૈયાઓની ટીમ, ફાયર વિભાગ, પ્રાંત અધિકારી પણ સ્થળ પર પહોંચી ગયા હતા. તાત્કાલીક કાર્યવાહીને પગલે બે વ્યક્તિ તો ત્યાં જ મળી આવ્યા હતા. જ્યારે બાકી રહેલા બે પૈકી થોડી વાર પછી શોધખોળ પુરી થઈ હતી. આ ઘટનામાં એક મહિલા અને પુરુષનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક પુરુષને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. આ દરમિયાન હજુ પણ એક મહિલા મળી રહી ન હોવાથી ફાયર બ્રિગેડ અને તરવૈયાઓ સતત પ્રયત્નોમાં છે.

(વીથ ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT