लाइव

Gujarat News LIVE Updates: રાજકોટ અગ્નિકાંડના આરોપીઓનો કોઈ વકીલ નહીં લડે કેસ, વધુ 3 DNA સેમ્પલ થયા મેચ

malay kotecha

ADVERTISEMENT

live blog
લાઈવ બ્લોગ
social share
google news

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:53 PM • 27 May 2024
    ટ્રેન અડફેટે આવી જતા 2 મુસાફરોના મોત

    વાપી રેલવે સ્ટેશનને મુંબઈ તરફથી આવતી ટ્રેન અડફેટે આવી જતા 2 મુસાફરોના મોત અને એક મુસાફર ઘાયલ થતા અરેરાટી મચી ગઇ છે. ઘટનામાં ટ્રેનમાંથી રોંગ સાઈડ ઉતરેલા 3 મુસાફરો ટ્રેક ક્રોસ કરી રહ્યા હતાં ત્યારે બીજી ટ્રેન અડફેટે આવી ગયા હતાં. જેમાં 1 મહિલા એક પુરુષ મુસાફરનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે એક મહિલા મુસાફર ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 03:50 PM • 27 May 2024
    3 લોકોના DNA રિપોર્ટ જાહેર

    3 લોકોના DNA રિપોર્ટ જાહેર કરવામાં આવ્યાં છે. DNA રિપોર્ટ બાદ સેમ્પલ મેચ થતા પરિવારને જાણ કરવામાં આવી છે. જેમાં વિરેન્દ્રસિંહ જાડેજા, તેમના પુત્ર ધર્મરાજ વિરેન્દ્રસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહની ભત્રીજી દેવાશીબા જાડેજાના DNA ટેસ્ટ મેચ થતા, આજે મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

     

  • 03:47 PM • 27 May 2024
    રાજકોટ બાર એસોસિએશનનો નિર્ણય

    Rajkot Game Zone Fire: રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનામાં 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ગોઝારી દુર્ઘટનાને લઈને રાજકોટ બાર એસોસિએશન દ્વારા મોટો નિર્ણય લીધો છે. જે મુજબ કોઈ પણ વકીલ આરોપીઓનો કેસ લડશે નહીં. રાજકોટ બાર એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ સુરેશ ફળદુએ જણાવ્યું કે, કોઇપણ આરોપી તરફથી રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ વકીલાત કરવાની નથી. 

     

     

  • 02:28 PM • 27 May 2024
    અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

    ગૌતમ જોશી - આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા
    જયદીપ ચૌધરી - આસિસ્ટન્ટ એન્જિનિયર, રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા
    એમ.આર. સુમા - નાયબ કાર્યપાલક ઈજનેર, રાજકોટ બાંધકામ માર્ગ અને મકાન વિભાગ
    વી.આર. પટેલ - પોલીસ ઈન્સ્પેક્ટર, રાજકોટ રીડર શાખા
    એન. આઈ. રાઠોડ - પોલીસ ઈન્સ્પેક્ટર, ગાંધીગ્રામ - ૨ (યુનિવર્સિટી)
    પારસ કોઠીયા - નાયબ કાર્યપાલક ઈજનેર, રાજકોટ
    રોહિત વિગોરા - સ્ટેશન ઓફિસર, ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસીસ, રાજકોટ મહાનગરપાલિકા

  • ADVERTISEMENT

  • 12:38 PM • 27 May 2024
    વધુ એક અધિકારી સસ્પેન્ડ

    રાજકોટ TRP ગેમ ઝોન આગ દુર્ઘટનાના કિસ્સામાં જવાબદર વધુ એક અધિકારી ફરજ મોકૂફી-સસ્પેન્‍શન હેઠળ મૂકાયા. રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસીસના સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને સસ્પેન્‍ડ કરવામાં આવ્યા છે. આ સાથે આગ દુર્ઘટનામાં જવાબદાર કુલ-7 અધિકારીઓ સામે ફરજ મોકૂફીની કાર્યવાહી કરવામાં આવી છે.

  • 11:36 AM • 27 May 2024
    વધુ એક આરોપી ઝડપાયો

    રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલના રાહુલ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. રાહુલ રાઠોડ મૂળ ગોંડલનો રહેવાસી છે અને IC એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ છે. નોંધનીય છે કે, રાહુલ રાઠોડ નામના ભાગીદારની દેખરેખ હેઠળ વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી. અત્યાર સુધીમાં કુલ છ લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાંથી ત્રણ લોકો ઝડપાયા છે.

     

  • ADVERTISEMENT

  • 10:01 AM • 27 May 2024
    જુનાગઢમાંથી નકલી ASI ઝડપાયો

    જુનાગઢઃ પોલીસ ડ્રેસમાં રોફ જમાવતો નકલી ASI ઝડપાયો છે, સી ડિવિઝન પોલીસે નકલી ASIને ઝડપી પાડ્યો છે. ગાંધીગ્રામમાં સિદ્ધિ વિનાયક હોસ્ટેલ પાસેથી નકલી પોલીસ બનેલા ઇસમને પકડી પાડ્યો છે. યુવરાજ રામશી જાદવ નામનો વ્યક્તિ પોલીસના ડ્રેસમાં આ વિસ્તારમાં ફરતો હોવાની બાતમી મળી હતી. પોલીસે 170,171 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • 09:50 AM • 27 May 2024
    રાજ્ય સરકારનું મોટું એક્શન

    Rajkot Game Zone Fire: રાજકોટ TRP ગેમ ઝોનમાં 28 લોકોના મૃત્યુ બાદ રાજ્ય સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારે 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. રાજકોટ અગ્નિકાંડ મામલે જવાબદાર 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. જેમાં RMCના આસિસ્ટન્ટ પ્લાનર અને આસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ કરાયા છે. સાથે આર. એન. બી. વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા છે. ઉપરાંત રાજકોટ પોલીસ વિભાગના બે પીઆઇને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


    રાજ્ય સરકારે RMCના બે અધિકારી આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી, ટાઉન પ્લાનર ગૌતમ જોશી, પોલીસ ઈન્સ્પેક્ટર એન.આઈ.રાઠોડ અને વી.આર.પટેલ, માર્ગ અને બાંધકામ વિભાગના બે અધિકારીઓ એડિશનલ એન્જિનિયર પારસ કોઠીયા, ડેપ્યુટી એન્જિનિયર એમ.આર.સુમાને સસ્પેન્ડ કરાયા છે. 
     

follow whatsapp

ADVERTISEMENT