ગુજરાતમાં કોરોનાની સટાસટીઃ IPL 2023 વચ્ચે એક્ટિવ કેસ 2200
અમદાવાદઃ ગુજરાતમાં હાલમાં જ IPL 2023ની ઓપનીંગ સેરેમની અને પહેલી મેચ રમાઈ ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખચાખચ ભરેલું હતું. ત્યારે આજે ગુજરાતમાં કોરોનાના નવા 372…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં હાલમાં જ IPL 2023ની ઓપનીંગ સેરેમની અને પહેલી મેચ રમાઈ ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખચાખચ ભરેલું હતું. ત્યારે આજે ગુજરાતમાં કોરોનાના નવા 372 કેસ મળીને કુલ એક્ટિવ કેસ 2200ને પાર થઈ ગયા છે. ગુજરાતમાં સતત કોરોના વણસી રહ્યો છે ત્યારે જાહેર જનતાને કોરોનાથી પોતાને બચાવવા કોરોનાની સરકારી ગાઈડલાઈન્સનું પાલન પણ હવે જરૂરી બનતું જાય છે. સોશ્યલ ડિસ્ટન્સથી લઈને માસ્કની જરૂરી ગાઈડલાઈન્સના પાલનની જરૂર ઊભી થઈ રહી છે.
9 લાખ વાહનોને સ્ક્રેપ કરવાની ઝુંબેશ શરૂ! આ રીતે પર્યાવરણ અને ખિસ્સાને ફાયદો થશે!
અમદાવાદમાં સૌથી વધુ 125 કેસ નવા નોંધાયા
આજે ગુજરાતમાં નવા 372 કેસ નોંધાયા છે જેમાં અમદાવાદમાં 125, સુરતમાં 35, વડોદરામાં 34, મોરબીમાં 29, મહેસાણામાં 27, રાજકોટમાં 19, ભરૂચ બનાસકાંઠામાં 14 અને તે પછી ઘણા જિલ્લાઓમાં 10થી ઓછા કેસ નોંધાયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT