મહિસાગરઃ ભાજપના કેવા ‘બહાદુર’ નેતા! દિવ્યાંગ યુવાનની કરી ધોલાઈ- Video
મહિસાગરઃ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાંકડી ગામમાં આજે મંગળવારે સવારે યોજાયેલી ગ્રામ સભામાં મારામારીનો બનાવ બન્યો છે. અહીં ભાજપના અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી દ્વારા એક…
ADVERTISEMENT
મહિસાગરઃ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાંકડી ગામમાં આજે મંગળવારે સવારે યોજાયેલી ગ્રામ સભામાં મારામારીનો બનાવ બન્યો છે. અહીં ભાજપના અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી દ્વારા એક દિવ્યાંગ વ્યક્તિ પર બળ પ્રયોગ કરવામાં આવ્યો છે. ભાજપના નેતાએ આવી કહેવાતી માયકાંગલી બહાદુરી કેમ બતાવવી પડી તેનું કારણ શું હતું તે આવો જાણીએ.
મહિસાગરના સંતરામપુરમાં આવેલા વાકડી ગામે જિલ્લા ભાજપ અનુસૂચિત જાનજાતિ મોરચાના મહામંત્રીને એક દિવ્યાંગ યુવાને વહીવટને લઈ સવાલો કરતા તેઓ ગીન્નાયા અને દિવ્યાંગને માર માર્યો- Video#Mahisagar #VideoViral pic.twitter.com/Ww4tpv1Rmx
— Gujarat Tak (@GujaratTak) December 27, 2022
ચાલુ સભામાં ઊભા થઈ ફરી વળ્યા
આમ તો નેતાઓને સહુને કાયદાના પાઠ ભણાવવા મુક્યા હોય તો ક્યાંય પાછા ના પડે પરંતુ જ્યારે કાયદાનું પાલન પોતાને કરવાનું આવે ત્યારે ખરી નેતાગીરી જોવા મળતી હોય છે. મહિસાગર જિલ્લાના સંતરામપુર ખાતેના વાકડી ગામમાં મંગળવારે સવારે ગ્રામસભા યોજાઈ હતી. દરમિયાન વાકડી ગામના સરપંચ રાકેશ કટારાના પિતા સબુર કટારા કે જેઓ જિલ્લા ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી પણ છે તેઓ દ્વારા એક વિજય મુંડાવડા નામના દિવ્યાંગ વ્યક્તિની ધોલાઈ કરી દેવામાં આવી હતી. ગ્રામ પંચાયતની ચાલુ ગ્રામ સભાની મિટિંગમાંથી ઊભા થઈને આ દિવ્યાંગ વ્યક્તિ કે જે વાકડીના જ નાળ ફળિયામાં રહે છે તેને ભાજપ નેતા દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો…
નડિયાદઃ જવાનની હત્યાનો મામલો, BSFના ઉચ્ચ અધિકારી ચકલાસી પહોંચ્યા, ઘટનાની વિગતો લીધી
માસ્ક પહેરવું, કે ફોટો પડાવવો?- સાંસદ પૂનમ માડમ ગજબ દ્વીધામાંઃ જામનગરમાં મોકડ્રીલ કે કાર્યક્રમ?
માનવતા હજુ જીવે છે, સુરતમાં રસ્તામાં મળેલું 1.50 લાખનું હીરા જડિત મંગળસૂત્ર યુવકે માલિકને પરત કર્યું
ADVERTISEMENT
સબુર કટારા દ્વારા પંચાયતનો મનસ્વી વહીવટના આરોપો
બાબત એવી છે કે, ગ્રામસભામાં ગામના વિકલાંગ યુવાન વિજય દ્વારા રજૂઆત કરવામાં આવી કે ગ્રામસભામાં કેટલા ગ્રામજનો હોય તો ગ્રામસભા શરૂ કરાય? તેમજ ગામમાં ગ્રામસભાનો એજન્ડા કેટલા ગ્રામજનોને મળ્યો? બસ સવાલો ભાજપના નેતાને કર્યા તે ગમ્યું નહીં અને આ સવાલો થતા જ વાકડી ગ્રામ પંચાયતના સરપંચના પિતાની દાદાગીરી સામે આવી અને વિકલાંગ યુવાનને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે. ઉલ્લેખનીય છે કે આ બનાવને પગલે લોકો દ્વારા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા હતા કે, સબુર કટારા દ્વારા ગ્રામ પંચાયતમાં મનસ્વી વહીવટ કરીને ગેરરીતિઓ આચરવામાં આવે છે તેમજ સત્તાનો દૂરૂપયોગ કરવામાં આવતી હોવાને લઈને યુવાને સભામાં રજૂઐત કરી હતી. હવે જાણકારી મળી રહી છે કે સબુર કટારાએ પોતાનો દબદબો બતાવીને પોતાની કરતૂતોને ડામવા ધાકધમકી આપી યુવાનને માર માર્યો હતો.
(વીથ ઈનપુટઃ વિરેન જોશી, મહિસાગર)
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT