Government Jobs: ગુજરાત સરકારમાં ટેકનિકલ પોસ્ટ માટે નીકળી ભરતી, જાણો અરજી કરવાની અંતિમ તારીખ

ADVERTISEMENT

Government Jobs
Government Jobs
social share
google news

GSSSB Government Jobs: સરકારી નોકરીનું સપનું જોતા યુવાઓ માટે મોટી ખબર સામે આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળ આવતા પ્રિન્ટિંગ પ્રેસમાં ટેકનિકલ પોસ્ટ માટે 154 જગ્યાઓ પર ભરતી શરૂ કરવામાં આવી છે. આ માટે ઉમેદવારો 30મી એપ્રિલ સુધી Ojas વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકશે. ઉમેદવારોની અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા તથા ભાવનગરના પ્રેસમાં ભરતી કરાશે.

આ પણ વાંચો: શક્તિ પ્રદર્શન સાથે કલેક્ટર કચેરી જવા નીકળેલા પાટીલ આજે કેમ ફોર્મ ભર્યા વગર જ પાછા ફર્યા?

અરજી કરવા માટે કેટલી ફી ભરવી પડશે?

આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ. ફોર્મ ભરનારા જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ.500 ફી ભરવાની રહેશે. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોએ રૂ.400 ફી ભરવાની રહેશે. પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોને આ ફી પરત કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને 5 વર્ષ માટે ફીક્સ 26,000 પગાર આપવામાં આવશે. 

કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા?

આસિસ્ટન્ટ બાઈન્ડર- 66
આસિસ્ટન્ટ મશીનમેન-70
કોપી હોલ્ડર- 10
પ્રોસેસ આસિસ્ટન્ટ-3
ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર-5

ADVERTISEMENT

આ પણ વાંચો: શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, કરોડોની સંપત્તિ કરાઈ જપ્ત; જાણો મામલો

બે ભાગમાં લેવાશે પરીક્ષા

ભરતી માટેની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. જેમાં પ્રથમ ભાગમાં MCQ આધારિત પરીક્ષા લેવામાં આવશે. જેમાં તાર્કિક કસોટી, ડેટા ઈન્ટરપ્રિટેશન, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ સહિતના પ્રશ્નો પૂછવામાં આવી શકે છે. આ માટેનું પ્રશ્ન પત્ર 150 માર્ક્સનું રહેશે. 

    follow whatsapp

    ADVERTISEMENT