ગુજરાતમાં રિડેવલપમેન્ટ માટે સરકારનો મોટો નિર્ણય, રિડેવલપમેન્ટની વહીવટી ફી અને ચાર્જમાં રાહત

ADVERTISEMENT

Redevelopment Rules for Residential
રિડેવલપમેન્ટની વહીવટી ફી અને ચાર્જમાં રાહત
social share
google news

Ahmedabad Property Market: રાજ્યના હાઉસિંગ બોર્ડના જુના આવાસોના રિ-ડેવલપમેન્ટને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ જન હિતકારી નિર્ણયો લીધા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ અને અન અધિકૃત બાંધકામની વપરાશ ફી ની રકમમાં મકાન ધારકોને રાહત આપવામાં આવી છે.

શું છે આ નિર્ણય?

  • હાઉસિંગ બોર્ડના મકાનોમાં ટ્રાન્સફર ફી ના કિસ્સામાં મૂળ લાભાર્થી બાદ ઉત્તરોત્તર પાવર ઓફ એટર્નીના આધારે દરેક ટ્રાન્સફર દીઠ લેવાતી ટ્રાન્સફર ફી વન ટાઈમ વસૂલવામાં આવશે.

વન ટાઈમ ફી

EWS 2000
LIG 10000
MIG 14000
HIG 20000
  • ફ્લેટ પ્રકારના મકાનો માટે જંત્રી રેટના બદલે વપરાશ ફી નિયત એટલે કે ફિક્સ કરી દેવાશે, 25 ચોરસ મીટર સુધીના અન અધિકૃત બાંધકામ વપરાશની ફી હવે જંત્રી દરને બદલે EWSમાં રૂ.૧૦ હજાર,  LIGમાં રૂ. 20 હજાર, MIGમાં રૂ. 30 હજાર અને HIGમાં રૂ. 60 હજાર પ્રમાણે લેવાશે.
     
  • આ ઉપરાંત 25 ચોરસ મીટર કરતાં વધારે અન અધિકૃત બાંધકામ વપરાશની ફી પણ જંત્રી દરને બદલે EWSમાં રૂ. 20 હજાર, LIGમાં રૂ. 40 હજાર, MIGમાં રૂ. 60 હજાર અને HIGમાં રૂ. 1 લાખ 20 હજાર પ્રમાણે નિયત કરી દેવાશે.
     
  • ગુજરાત હાઉસિંગ બોર્ડની યોજનાઓમાં ભાડા ખરીદ સમય પૂરો થાય કે મકાનની ૧૦૦ ટકા રકમ ભરપાઈ કર્યા બાદ વિલંબથી થતા દસ્તાવેજોમાં વિલંબિત ચાર્જ પેટે પ્રતિ વર્ષે રૂ. ૧ હજારના સ્થાને વન ટાઈમ વસુલાત EWS માટે રૂ. 2 હજાર, LIG માટે રૂ. 4 હજાર, MIG માટે રૂ. 6 હજાર અને HIG માટે રૂ. 10 હજાર કરવાનો નિર્ણય પણ કર્યો છે.

જુના મકાનોનું રિ-ડેવલપમેન્ટ ઝડપ થશે 

આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જુના મકાનોનું રિ-ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. આ નિર્ણયો થવાથી આવા મકાનોના રહેણાંકના માલિકી હક્ક અને દસ્તાવેજના થતા પ્રશ્નો નિવારી શકાશે. માલિકી હક્ક પ્રસ્થાપિત નહીં થવાને કારણે ફ્લેટ પ્રકારના મકાનોમાં રિ-ડેવલપમેન્ટ પોલિસીના અમલમાં આવતું વિઘ્ન પણ દૂર થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT