RTE admission: શિક્ષણ વિભાગે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયાની કરી જાહેરાત, આ તારીખથી થશે ફોર્મ ભરી શકાશે

ADVERTISEMENT

શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 નો મુખ્ય ઉદ્દેશ
RTE Gujarat Admission
social share
google news

RTE Gujarat Admission 2024-25: RTE (Right to Education) હેઠળ શાળા પ્રવેશ મેળવવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર 2024-25 માટે RTE અંતર્ગત પ્રવેશ પ્રકિયાની જાહેરાત કરી દેવામાં આવી છે.  આગામી પહેલી જૂન 2024ના રોજ છ વર્ષ પુરા થયેલા હશે તેવા જ બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રાઈટ ટુ એજુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

શું છે RTE?

શિક્ષણનો અધિકાર કાયદો 2009 (RTE) દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે. આ અધિનિયમના આ અમલથી ભારત વિશ્વના 135 દેશોમાંનો એક એવો દેશ બન્યો કે જ્યાં શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. જો કે આ પછી પણ આવી અનેક ખામીઓ અને પડકારો છે જેના કારણે દેશના હજારો બાળકો ફરજિયાત શિક્ષણથી વંચિત રહે છે. તો ચાલો આજે આપણે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 નું મહત્વ અને ઉદ્દેશ્ય શું છે તેના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. 

શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 નો મુખ્ય ઉદ્દેશ

  • 6 થી 14 વર્ષની વયના દરેક બાળકને મફત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું
  • 6 થી 14 વર્ષની વય જૂથના દરેક બાળકની ફરજિયાત નોંધણી, હાજરી અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવું.
  • કલમ 6 હેઠળ, બાળકોને પડોશની કોઈપણ શાળામાં પ્રવેશ લેવાનો અધિકાર છે.
  • આ કાયદો નબળા વર્ગો અને વંચિત જૂથોના બાળકો સાથે ભેદભાવ ન થાય તે સુનિશ્ચિત કરે છે
  • જો એવું બાળક હોય કે જે 6 વર્ષની ઉંમરે કોઈપણ શાળામાં એડમિશન ન લઈ શક્યું હોય તો તે તેની ઉંમર પ્રમાણે પછીથી ક્લાસમાં એડમિશન લઈ શકે છે.
  • જો કોઈપણ શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવાની જોગવાઈ ન હોય તો, વિદ્યાર્થીને અન્ય કોઈપણ શાળામાં ટ્રાન્સફર કરવાનો અધિકાર આપવામાં આવશે.
  • ખાનગી અને વિશેષ શ્રેણીની શાળાઓએ પણ આર્થિક રીતે નબળા સમુદાયના બાળકો માટે વર્ગ 1 માં 25% બેઠકો અનામત રાખવાની રહેશે.
  • કોઈપણ બાળકને કોઈપણ વર્ગમાં પ્રવેશ લેતા અટકાવવામાં આવશે નહીં કે તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT