Board Exam Result: ગુજરાત બોર્ડ ધો.10 અને 12ના રિઝલ્ટને લઇને મોટી અપડેટ, ગણતરીના દિવસોમાં જ જાહેર થશે પરિણામ

ADVERTISEMENT

આ વર્ષે પરિણામ વહેલું જાહેર થશે
Board Exam Result
social share
google news

Gujarat Board Exam News: ગુજરાત બોર્ડની પરીક્ષાઓની કોપી ચેકિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે બોર્ડ પરિણામ જાહેર કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ, ગુજરાત બોર્ડ 10મા અને 12મા ધોરણના પરિણામ એપ્રિલના અંતિમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે. મળી રહી માહિતી મુજબ 29 એપ્રિલની આસપાસ પરિણામ આવી શકે છે. જે વિદ્યાર્થીઓએ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપી છે તેઓના પરિણામ આડે હવે ગણતરીના દિવસો જ વધ્યા છે.

આ વર્ષે પરિણામ વહેલું જાહેર થશે 

સામાન્ય રીતે ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામ મે મહિના સુધીમાં જાહેર કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે લોકસભાની ચૂંટણીના શેડ્યૂલને કારણે બોર્ડના પરિણામ એક મહિના અગાઉ જાહેર કરવામાં આવશે. આ વખતે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પરીક્ષા દરમિયાન જ ઉત્તરવહી ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરિણામે આ વખતે બોર્ડના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી 10મી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવામાં આવી છે. તેથી, હવે પરિણામ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં જ ગુજરાત બોર્ડ દ્વારા પરિણામની તારીખ જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓને પરિણામો પહોંચાડવામાં આવશે.

VIDEO: નોટ આઉટ હતો વિરાટ કોહલી? શું છે IPL 2024 ની આ નવી ટેક્નોલોજી અને નિયમો? જાણો સમગ્ર મામલો

આટલા લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી

તમને જણાવી દઈએ કે ગુજરાત બોર્ડની 10મી અને 12મી બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી લેવાઈ હતી જે 26મી માર્ચ સુધી ચાલી હતી. આ વર્ષે ગુજરાતમાં 14 લાખ વિદ્યાર્થીઓએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષામાં ભાગ લીધો છે. ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ થયા બાદ હવે પરિણામ જાહેર કરવા માટે ડેટા એન્ટ્રીની કામગીરી શરૂ કરવામાં આવી છે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થતાં જ ગુજરાતના 14 લાખ વિદ્યાર્થીઓની રાહનો અંત આવશે.

ADVERTISEMENT

શિક્ષકોને સોંપાશે ચૂંટણીની કામગીરી 

અત્રે ઉલ્લેખનીય છે, અત્યાર સુધી દર વર્ષએ મે મહિના અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં જ માર્ચ મહિના યોજાયેલી બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવતા હતા. જોકે, આ વખતે લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે.  શિક્ષકોને પરિણામની કામગીરીમાંથી મુક્ત થયા બાદ ચૂંટણીની કામગીરી સોંપવામાં આવશે. 

ભારતના 5 ખૂબ જ રહસ્યમયી મંદિર, આજ સુધી વૈજ્ઞાનિકો પણ તેના રહસ્યો નથી જાણી શક્યા

    follow whatsapp

    ADVERTISEMENT