लाइव

Gujarat Rain Live Updates: ગુજરાતની માથે 2 સિસ્ટમ સક્રિય, હવે અહીં તૂટી પડશે અત્યંતભારે વરસાદ

kenil somaiya

ADVERTISEMENT

Gujarat Rain Live Updates
Gujarat Rain Live Updates
social share
google news

Gujarat, Ahemdabad, Vadodara, Surat, Rajkot Rains and Weather Live Updates:  ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 07:25 PM • 26 Jul 2024
    28 જુલાઈએ આ વિસ્તારમાં આગાહી

    તો 28 જુલાઈના રોજ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ સહિતના સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. તો સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ વરસી શકે છે.   હવામાન વિભાગે 28 અને 29 જુલાઈના 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી  છે. આ ઉપરાંત દરિયાકિનારા વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે 
     

  • 07:25 PM • 26 Jul 2024
    ગુજરાતમાં 2 સિસ્ટમ સક્રિય

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે જેને લઈને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે 27 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, દીવ, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. 

  • 12:07 PM • 26 Jul 2024
    નદીમાં પૂરના કારણે અડધુ નવસારી પાણીમાં ગરકાવ

    નવસારી પૂર્ણા નદીની જળસપાટીમાં સતત વધારો, નદી 29 ફૂટે વહી રહી છે, 23 ફૂટના ખતરાના નિશાનથી 6 ફૂટ ઉપર, નદીમાં પૂરના કારણે અડધુ નવસારી પાણીમાં ગરકાવ છે, હાલમાં વરસાદ બંધ થઈ ગયો છે. સવારે, જેથી લોકો પાણીમાંથી બહાર નીકળવાના રસ્તાઓ શોધી રહ્યા છે જો વધુ વરસાદ પડે તો પ્રસાશ સંપૂર્ણ એલર્ટ પર છે.

  • 11:13 AM • 26 Jul 2024
    વ્યારાના આંબાપાણી વિસ્તારથી ડાંગ તરફ જતો રસ્તો બંધ

    દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદને કારણે નદી-નાળાઓ ઉછળ્યા છે, તાપી જિલ્લાની મીંડોલા, બાલ્મિકી, ઓલણ, અંબિકા અને ઝાખરી નદીઓ આવી છે, ગ્રામ્ય વિસ્તારોમાં નદીના પાણી ઘુસી ગયા છે, વ્યારા તાલુકાના છીંડિયામાં પાણી ફરી વળ્યા છે ગામના 10-15 ઘરોમાં ઘુસ્યા, SDRFની ટીમ તૈનાત, તાપી જિલ્લાના વ્યારા વિસ્તારની ઝાંઝરી નદીમાં ઉછાળો, રાજ્ય ધોરીમાર્ગ પર નદીના પાણી ભરાયા, વ્યારાના આંબાપાણી વિસ્તારથી ડાંગ તરફ જતો રસ્તો બંધ.

  • ADVERTISEMENT

  • 10:27 AM • 26 Jul 2024
    કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન પર ભારે વરસાદને કારણે ચિંચપાડા-કોલ્ડા સ્ટેશનો વચ્ચે પાણી ભરાઈ જવાને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

    •  26મી જુલાઈ 2024ની ટ્રેન નંબર 12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ વડોદરા-રતલામ થઈને સંત હિરદારામ નગર-ઈટારસી-નાગપુર થઈને દોડશે.
    • 26મી જુલાઈ 2024ની ટ્રેન નંબર 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ વડોદરા-રતલામ-સંત હિરદારામ નગર થઈને દોડશે.
       
  • 09:47 AM • 26 Jul 2024
    Paresh Goswami ની આગાહી
  • ADVERTISEMENT

  • 09:33 AM • 26 Jul 2024
    છેલ્લા 24 કલાકમાં કયા કેટલો વરસાદ
    જિલ્લા તાલુકા વરસાદ (ઇંચ)
    તાપી ડોલવણ 6.81
    ડાંગ સુબીર 6.46
    નવસારી નવસારી 6.3
    તાપી ઉચ્છલ 5.55
    સુરત મહુવા 5.24
    નવસારી જલાલપોર 5.12
    નવસારી ગણદેવી 4.84
    તાપી વાલોડ 4.29
    તાપી સોનગઢ 3.7
    તાપી વ્યારા 3.15
    નવસારી વાંસડા 3.07
    ડાંગ વાઘાઈ 3.03
    ડાંગ ડાંગ-આહવા 3.03
    વલસાડ ધરમપુર 2.99
    વલસાડ કપરાડા 2.8
    દાહોદ ઝાલોદ 2.56
    નવસારી ચીખલી 2.13
    નવસારી ખેરગામ 2.05
    વલસાડ વલસાડ 2.05
    વલસાડ વાપી 1.57
     
  • 09:32 AM • 26 Jul 2024
    સુરત સહિતના આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

    હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અમદાવાદ, ખેડા આણંદ મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં યલો એલર્ટ છે.

  • 09:32 AM • 26 Jul 2024
    રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદની આગાહી

    રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ માછીમારોએ દરિયો ન ખેડવાની સુચના આપી છે. 
     
     

follow whatsapp

ADVERTISEMENT