Breaking News: મેડિકલ ફીના વિરોધ સામે આખરે ઝૂકી રાજ્ય સરકાર, ઘટાડાને લઈને કર્યું મોટું એલાન

ADVERTISEMENT

GMERS fees
GMERS fees
social share
google news

Gandhinagar News: GMERS કોલેજોમાં ફી વધારા મામલે આજે મળેલ કેબીનેટ બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારે વિરોધ બાદ સરકારે ફી વધારો મોકૂફ કરી GMERS કોલેજની ફી માં ઘટાડો કર્યો છે. હવે ગવર્નમેન્ટ ક્વોટોમાં ₹. 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં ₹. 12 લાખ ફી રહેશે.

 

સરકારે કેટલી ફી ઘટાડી

પહેલા GMERS અંતર્ગત આવતી મેડિકલ કોલેજોમાં સરકારે મોટો ફી વધારો ઝીંકયો હતો. જેમાં MBBS ની સરકારી કોટાની રૂપિયા 3.30 લાખથી વધારીને 5.50 લાખ કરી દીધી હતી અને મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂપિયા 9.75 લાખથી વધારીને 17 લાખ કરી દીધી હતી.  જે બાદ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આ નિર્ણયનો લોકોએ વિરોધ કર્યો હતો. જે બાદ આખરે હવે આ મામલે સરકાર ઝૂકી છે અને ગવર્નમેન્ટ ક્વોટોમાં ₹. 1.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં ₹. 5 લાખ ઘટાડ્યા છે. 

ADVERTISEMENT

રાજ્ય સરકારે આ પહેલા કરેલી ફી વધારાની જાહેરાત.

follow whatsapp

ADVERTISEMENT