નેન્સીને આપો ન્યાયઃ 85 દિવસમાં 40 લાખ ખર્ચ્યા છતાં હાલત નાજુક, 140ની ઝડપે અડફેટે લેનાર નબીરો મોજમાં

ADVERTISEMENT

Vadodara News
ક્યારે મળશે વડોદરાની નેન્સીને ન્યાય?
social share
google news

Vadodara News: વડોદરામાં બનેલી એક અકસ્માતની ઘટનાએ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. આરોપીને પકડવામાં પોલીસે અનેક ઢીલી નીતિઓ અપનાવી હોવાનું પણ ફરિયાદીએ જણાવ્યું છે. આરોપી સગીર હોવાથી પોલીસે નોટિસ પાઠવી છે. જોકે, પોલીસે તેના પિતાને પણ નોટિસ ફટકારી કોર્ટમાં પિતા વિરુદ્ધ કલમનો ઉમેરો કરવા અરજી કરી છે. જો પોલીસે કોર્ટમાં કરેલી અરજીનો સ્વીકાર થાય તો જ નબીરાના પિતા સામે કાર્યવાહી થઈ શકે છે. કાયદાની આ આંટીઘૂંટ્ટીમાં યુવતીનો પરિવાર ન્યાય ઝંખી રહ્યો છે. આ બનાવ વિશે જાણીને તમને પણ ખરેખર લાગી આવશે. 


7 માર્ચે નેન્સીને લીધી હતી અડફેટે

વાસ્તવમાં ગત 7 માર્ચના રોજ KTM સ્પોર્ટ્સ બાઈક ચાલક નબીરાએ વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી. 85 દિવસથી વિદ્યાર્થિની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરિવારે વિદ્યાર્થિની સારવાર પાછળ 40 લાખ રૂપિયાનો ખર્ચ કરીના નાખ્યો છે. પરંતુ હજુ પણ વિદ્યાર્થિની કોમામાં છે. તો પોલીસની કામગીરી સામે પીડિત પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, વડોદરાની MS યુનિવર્સિટીમાં LLBનો અભ્યાસ કરતી અને પાર્ટ ટાઈમ નોકરી કરતી નેન્સી બાવીસી નામની યુવતી ગત 7 માર્ચના રોજ સ્કૂટર લઈને નોકરીએથી ઘરે આવવા માટે નીકળી હતી. આ દરમિયાન લક્ષ્મીપુરા વિસ્તારમાં KTM બાઈકના ચાલકે ફૂલ સ્પીડમાં બાઈક ચલાવીને નેન્સીને અડેફેટે લીધી હતી.

નેન્સીના માથાના ભાગે થઈ હતી ગંભીર ઈજાઓ

આ અકસ્માતમાં નેન્સીના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જે બાદ સ્થાનિકોએ તેને 108 એમ્બ્યુલન્સમાં ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપી હતી અને ત્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ તેને વિન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જે બાદ નેન્સીના પિતા તુષારભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

આ પણ વાંચો

ADVERTISEMENT

પિતાએ પોલીસની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ

આ મામલે પોલીસની કામગીરી પર નેન્સીના પિતા તુષારભાઈએ સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યુ છે કે, આખા કેસમાં પોલીસની કામગીરી ખૂબ ધીમી છે. 85 દિવસ થવા છતાં હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ નથી. એનો મતલબ એવો થયો કે, આ કેસમાં કંઇક રંધાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. 

અમારી જીવન મૂડી સારવારમાં પૂરી થઇ ગઈઃ નેન્સીના પિતા

તેઓએ જણાવ્યું કે, KTM બાઈક લઈને 120થી 140ની સ્પીડે આવ્યો હતો અને મારી દીકરીને ઉછાળીને 10થી 15 ફૂટ દૂર ફેંકી દીધી હતી, મારી દીકરીના માથામાં ગંભીર ઈજા થઈ છે. છેલ્લા 85 દિવસથી મારો વેપાર ધંધો બંધ થઇ ગયો છે. મારી પત્નીની પણ નોકરી છોડી દીધી છે અને મારી દીકરીની સારવારમાં અમે લાગ્યા છીએ. દીકરીની સારવાર પાછળ 40 લાખનો ખર્ચ કરી નાખ્યો છે.અમારી જીવન મૂડી દીકરીના સારવારમાં પૂરી થઇ ગઈ છે. અમારો હસતો રમતો પરિવાર હતો અને આજે અમે દુઃખના પહાડની નીચે દબાઈ ગયા છીએ. મારે અત્યારે આર્થિક રીતે ખૂબ ટેન્શન છે. 

ADVERTISEMENT

નેન્સી હજુ પણ કોમામાં

તેઓએ જણાવ્યું કે, શરૂઆતમાં અમે અમે દીકરીને વિન્સ હોસ્પિટલમાં દાખલ કરી હતી. મારી દીકરીની ત્યાં સવા બે મહિના સુધી સારવાર ચાલી હતી. ત્યાંનો ખર્ચ અમને પોસાય તેમ નહોતો, તેથી અમે કલાલી વિસ્તારમાં આવેલી શ્રોફ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં દાખલ કરી છે. અત્યારે દીકરી કોમમાં છે, અમે દીકરીની સારવાર કેવી રીતે કરાવીશું એ અમારા માટે ખૂબ તકલીફદાયક છે 

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT