ગીર સોમનાથના ખેડૂતોએ દીપડાના ખસીકરણની માંગ કરી, વન વિભાગ પણ ચોંકી ઉઠી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગીર સોમનાથ : છેલ્લા લાંબા સમયથી જિલ્લામાં દિપડાનો આતંક વધી ગયો છે. જેના કારણે સ્થાનિકો ત્રાહીમામ્ પોકારી ચુક્યાં છે. લોકો રાત્રે પણ ઉંઘી શકતા નથી. ગમે ત્યારે દીપડાઓ આવીને પશુઓ સહિતના માણસો પર હુમલો કરે છે. માનવભક્ષી દીપડાઓથી કંટાળીને કોડીનાર સરપંચ સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

ગીર સોમનાથના ખેડૂતોએ દીપડાના ખસીકરણની માંગ કરી, વન વિભાગ પણ ચોંકી ઉઠી

ગીરસોમનાથના ખેડૂતોએ સંગઠન બનાવી માંગ કરી
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર વિસ્તાર અને આસપાસના તાલુકાના સરપંચો ભેગા મળીને એક જ માંગ કરી રહ્યા છે કે દીપડાઓનું ખસીકરણ કરવામાં આવે. થોડા સમય પહેલા જ કોડીનારના ઘાંટવડ ગામે એક મહિલાને દીપડાએ ફાડી ખાધી હતી. ત્યાર બાદ સરપંચ મેદાને આવ્યા છે. કોડીનાર મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. કોડીનારના તમામ ગામોમાં દીપડાઓ વસવાટ કરી રહ્યા છે. જેના કારણે સરપંચ એસોસિએશન દ્વારા રજુઆત કરવામાં આવી રહી છે.

ભાવનગરઃ વકીલે યોગ્ય વાહન પાર્ક ન કરતા પોલીસ સાથે થઈ બબાલ ચોડી દીધા ચાર લાફા, વકીલો નારાજ

દીપડા અને સિંહ બંન્નેની રંઝાડ હોવાનો આક્ષેપ
એસોસિએશનની માંગ છે કે, અહી માત્ર દીપડા જ નહી પરંતુ સિંહ પણ રાત્રે આવે છે. જો કે સિંહની રંજાડ નથી હોતી. જ્યારે દીપડાઓની ભારે રંજાડ હોય છે. સિંહ રોયલ પ્રાણી છે તેનો અમને ડર નથી. દીપડાઓ ગમે ત્યારે ગમે તેનો શિકાર કરે છે હુમલો પણ કરે છે. આ ઉપરાંત દીપડાની સંખ્યા પણ ખુબ જ મોટા પ્રમાણમાં થઇ ગઇ છે. જેથી ઇનફાઇટથી બચવા આ દીપડાઓ સીમ વિસ્તારમાં પણ હુમલાઓ કરે છે. જેથી દીપડાઓને ગોળી મારી દેવી જોઇએ અથવા તો ખસીકરણ કરી દેવું જોઇએ.

ADVERTISEMENT

માર્ગ પર ટેન્કર પલટી જતા થઈ જોવાજેવી, લોકોએ ડિઝલ સમજી લૂંટી માર્યું; જાણો બધુ

ફેન્સિંગના નિયમો હળવા કરવા માટે અપીલ કરી
સરકારે ખેડૂતોને દિવસમાં વીજળી આપવા માટે મોટી રાહત તો મળી જ છે પરંતુ સમસ્યા એવી છે કે, રાત્રે નીલગાય, ભુંડ અને રોજથી પાકોનું રખોપું કરવું ફરજિયાત બન્યું છે. જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી થઇ રહી છે. સરકાર પાસે સરપંચોએ માંગ કરી છે કે, ખેડૂતોને ખેતીના પાક બચાવવા માટે મળતા ફેન્સિંગના નિયમો પણ હળવા કરવા જોઇએ. તત્કાલ ફેન્સિંગ કરાવવા જોઇએ.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT