ગીગા ભમ્મરનો માફી માંગવાનો ઇન્કાર, આહીર અગ્રણીઓ અને અંબરીશ ડેર પણ ન સમજાવી શક્યા
ગુજરાતમાં હાલ ચોરેને ચૌટે ગીગા ભમ્મરની જ ચર્ચા ચાલી રહી છે. ગીગા ભમ્મર તથા ચારણ સમાજનો વિવાદ હાલ લોક મુખે ચર્ચાઇ રહ્યો છે.
ADVERTISEMENT
તળાજા : ગુજરાતમાં હાલ ચોરેને ચૌટે ગીગા ભમ્મરની જ ચર્ચા ચાલી રહી છે. ગીગા ભમ્મર તથા ચારણ સમાજનો વિવાદ હાલ લોક મુખે ચર્ચાઇ રહ્યો છે. જો કે ચારણ સમાજ જેની લાંબા સમયથી માંગ કરી રહ્યો છે તે, ગીગા ભમ્મરની માફીનો વીડિયો હજી સુધી આવ્યો નથી. લોકોની અને ચારણ સમાજની માંગ છે કે, આહીર સમાજ સાથે અમારા સદીઓ જુના સંબંધો છે. આ સમગ્ર વિવાદને વધારવા અમે નથી ઇચ્છતા અને આહીર સમાજ પણ નથી ઇચ્છતો.
પુત્ર અગાઉ સમગ્ર ચારણ સમાજની માફી માંગી ચુક્યો છે
જો કે સમગ્ર મામલે ગીગા ભમ્મર જો માફી માંગે તો વિવાદ શાંત થાય તેવી સ્થિતિ છે. જો કે ઘટનાને અનેક દિવસો વિતિ જવા છતા પણ ગીગા ભમ્મર માફી માંગવા માટે તૈયાર નથી. તેમના પુત્રએ વિવિધ માધ્યમો અને વીડિયો દ્વારા સમગ્ર ચારણ સમાજની માફી માંગી હતી. પોતાના પિતા હોસ્પિટલમાં હોવાના કારણે તેઓ માફી માંગી શકે તેમ નહી હોવાનો પણ દાવો કર્યો હતો. આ ઉપરાંત તેઓ સ્વસ્થ થયા બાદ ચારણ સમાજની માફી માંગશે તેવી બાંહેધરી પણ આપી હતી.
ગીગા ભમ્મરે માફી માંગવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો
જો કે હવે સમગ્ર મામલે દિવ્ય ભાસ્કર નામની વેબસાઇટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ગીગા ભમ્મર કોઇ પણ પ્રકારે માફી માંગવા માટે તૈયાર નથી. આહીર અગ્રણીઓ અને તેમના પુત્ર પરિવાર દ્વારા પણ સમજાવવા છતા પણ તેઓ માફી માંગવા માટે તૈયાર નથી. તેઓ કહી રહ્યા છે કે, જો હું ખોટુ બોલી રહ્યો હતો તો સમાજના આગેવાનોએ ત્યારે જ મને સ્ટેજ પર જ ટોકવો જોઇએ. હવે બોલી ગયા બાદ હું માફી માંગીશ નહી.
ADVERTISEMENT
અંબરીશ ડેર પણ ગીગા ભમ્મરને મનાવવામાં નિષ્ફળ રહ્યા
અનેક આહીર અગ્રણીઓ દ્વારા તેમની સમજાવટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે માફી મામલે ગીગા ભમ્મર એકના બે થઇ નથી રહ્યા. તેમના પર રાજકીય દબાણ પણ લાવવામાં આવી રહ્યું છે. અંબરીશ ડેર પણ તેમને સમજાવવા માટે જઇ ચુક્યા છે પરંતુ ગીગા ભમ્મર કોઇ પણ રીતે માફી માંગવા માટે તૈયાર નથી. જે કાંઇ પણ કાયદેસર કાર્યવાહી થાય તે પણ ભોગવવા તૈયાર હોવાનો દાવો એક વેબસાઇટમાં પ્રકાશિત અહેવાલમાં કરવામાં આવ્યો છે. જેના કારણે આ મામલો લાંબો ગુંચવાય અને કોર્ટ કચેરીએ ચડે તેવી શક્યતાઓ છે.
ADVERTISEMENT