રેલવેની ટિકિટનાં ગોરખધંધામાં સંડોવાયેલી ટોળકીનો પર્દાફાશ, રૂ. 43 લાખની ટિકિટો સાથે 6 આરોપી ઝડપાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નિલેશ શીશાંગીયા, રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના આરપીએફ સ્ટાફ દ્વારા રેલવે ટિકિટના ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા  ટોળકીનો પર્દાફાશ થયો છે. રાજકોટ ડિવિઝનની આરપીએફ ટીમ દ્વારા જુદા-જુદા રાજ્યોમાંથી 6 વ્યક્તિઓની ધરપકડ કરીને રૂ.43 લાખની રેલવે ટિકિટો જપ્ત કરવામાં આવી છે.

આ અંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે માહિતી આપી હતી કે, રાજકોટ ડિવિઝનના આરપીએફ સ્ટાફ દ્વારા “ઓપરેશન અવેલેબલ” કોડનેમ હેઠળ મિશન મોડમાં અનધિકૃત રીતે રેલવે ટીકીટની ચોરીમાં સામેલ વ્યક્તિઓને પકડવા માટે સઘન અને સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડિજિટલ ઈનપુટના આધારે હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, 8 મે ના રોજ રાજકોટ ડિવિઝનની RPF ટીમે રાજકોટ દ્વારા મન્નાન વાઘેલા (ટ્રાવેલ એજન્ટ)ને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. આ વ્યક્તિ વધુ પ્રમાણમાં એટલે કે વધુ જથ્થામાં રેલવે ટિકિટ બુક કરવા માટે ગેરકાયદે સોફ્ટવેર એટલે કે કોવિડ-19 (ગેરકાયદેસર સોફ્ટવેર COVID-X, ANMSBACK, બ્લેક ટાઈગર વગેરેનો સુપર સેલર)નો ઉપયોગ કરી રહ્યો હતો.

સોફ્ટવેરનો સંચાલક હોવાની કબૂલાત
આ ઉપરાંત, અન્ય એક વ્યક્તિ કન્હૈયા ગીરીની માહિતીના આધારે 17 જુલાઇના રોજ મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન, ગિરીએ અન્ય સહયોગીઓ અને વાપી ડેવલપર અભિષેક શર્માના નામ જાહેર કર્યા હતા. જેમની 20 જુલાઇના રોજ ધરપકડ કરવામાં આવી હતી. અભિષેક શર્માએ આ તમામ ગેરકાયદે સોફ્ટવેરનો સંચાલક હોવાની કબૂલાત કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓએ આપેલી માહિતીના આધારે, 3 વધુ આરોપીઓ- અમન કુમાર શર્મા, વીરેન્દ્ર ગુપ્તા અને અભિષેક તિવારીની અનુક્રમે મુંબઈ, વલસાડ (ગુજરાત) અને સુલતાનપુર (યુપી)માંથી ધરપકડ કરવામાં આવી હતી. આરપીએફ આ કેસમાં સંડોવાયેલા અન્ય કેટલાક શકમંદોને શોધી રહી છે.

ADVERTISEMENT

આ આરોપીઓ સોશિયલ મીડિયા એટલે કે ટેલિગ્રામ, વોટ્સએપ વગેરેનો ઉપયોગ કરીને IRCTCના નકલી વર્ચ્યુઅલ નંબર અને નકલી યુઝર આઈડી આપીને આ ગેરકાયદેસર સોફ્ટવેરના વિકાસ અને વેચાણમાં સામેલ હતા. આ આરોપીઓ પાસે નકલી આઈપી એડ્રેસ જનરેશન સોફ્ટવેર હતું. જેનો ઉપયોગ આઈપી એડ્રેસ દીઠ મર્યાદિત સંખ્યામાં ટિકિટ મેળવવા માટે ગ્રાહકો પર લાદવામાં આવેલા પ્રતિબંધને ટાળવા માટે કરવામાં આવતો હતો. તેઓએ મોબાઇલ નંબર અને ઇમેઇલ્સ પણ આપ્યા. જેનો ઉપયોગ IRCTCના નકલી વપરાશકર્તા ID બનાવવા માટે OTP ચકાસણી માટે થાય છે.

43 લાખથી વધુની ટિકિટ જપ્ત કરી
આ કેસમાં તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરતા, 43,42,750/-ની કિંમતની 1688 ટિકિટો પણ જપ્ત કરવામાં આવી હતી. જેના પર મુસાફરી શરૂ થઈ શકી ન હતી. ભૂતકાળમાં આ આરોપીઓએ રૂ. 28.14 કરોડની ટિકિટ ખરીદી અને વેચી હતી, જેમાં તેમને તગડું કમિશન મળ્યું હતું. આરોપીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીની છટકબારીઓ દૂર કરવા અને આવી ખોટી પ્રથાઓને રોકવા માટે પગલાં લેવા માટે રેલવે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT