Gandhinagar: નાયબ મામલતદારનું હાર્ટએટેકથી નિધન, ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન ઢળી પડ્યા

ADVERTISEMENT

Heart Attack News
ચાલુ ફરજે નાયબ મામલતદારનું હાર્ટ એટેકથી નિધન
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

હાર્ટ અટેકના કારણે મૃત્યુના કિસ્સાએ ચિંતા વધારી

point

નાયબ મામલતદારનું હાર્ટ એટેકથી અવસાન

point

અધિકારીના નિધનથી પરિવારમાં માતમ છવાયો

Heart Attack News: ગુજરાતમાં નાની વયે હાર્ટ અટેકના કેસ સતત વધી રહ્યાં છે. હાર્ટ અટેકના કારણે મૃત્યુના કિસ્સાએ ચિંતા વધારી છે. કોરોના પછી ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. આ મામલે જુદા-જુદા તબીબો અલગ-અલગ કારણો આપી રહ્યા છે. આ વચ્ચે રાજ્યમાં વધુ એક હાર્ટ એટેકથી મોતનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગાંધીનગર ખાતે ચાલું ફરજે નાયબ મામલતદારનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. અધિકારીના નિધનથી પરિવારમાં માતમ છવાયો છે.

ચૂંટણીની કામગીરી ઢળી પડ્યા હતા અધિકારી

મળતી માહિતી અનુસાર, ગાંધીનગર મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મનીષભાઈ કડીયા ઓફિસ ખાતે હાજર હતા. ઓફિસ ખાતે તેઓ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચૂંટણીની કામગીરીને લગતી ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેઓ ઢળી પડ્યા હતા. 

સારવાર મળે તે પહેલાં જ નિધન

જે બાદ તેઓને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, સારવાર મળે તે પહેલા જ તેઓનું અવસાન થયું હતું. ડોક્ટરની પ્રાથમિક તપાસમાં મનીષભાઈને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. 

ADVERTISEMENT

બે બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયા

મનીષભાઈના નિધનથી તેમના બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આપને જણાવી દઈએ કે મનીષભાઈના પત્નીનું કોરોનાકાળ દરમિયાન અવસાન થયું હતું.  જે બાદ 17 વર્ષના દીકરા અને 13 વર્ષની દીકરીની જવાબદારી તેમના આવી ગઈ હતી. ત્યારે હવે તેમના નિધનથી તેમના માતા પર બાળકોની જવાબદારી આવી ગઈ છે.
  

    follow whatsapp

    ADVERTISEMENT