ગુજરાતમાં ફરી 'માઠી' આગાહીઃ આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ? જુઓ હવામાન વિભાગે શું કહ્યું
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠના વિસ્તારમાં ભેજ અને ગરમ હવાના કારણે હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 10 થી 12 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.
ADVERTISEMENT
Gujarat Weather update: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠના વિસ્તારમાં ભેજ અને ગરમ હવાના કારણે હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 10 થી 12 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.
આગામી પાંચ દિવસ કેવું રહેશે તાપમાન
રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન વલસાડમાં 19 ડિગ્રી અને નલિયાનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં 39, વડોદરા 37.04 તથા સુરતમાં 37.04 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે હવામાન વિભાગે માવઠાની આગાહી પણ દર્શાવી છે. ગુજરાતમાં 10, 11 અને 12 તારીખે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. બનાસકાંઠા તથા દાહોદ જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે. ગુજરાતમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં પાંચ દિવસ દરમિયાન ગરમ હવામાન અને ભેજના કારણે અકળામણ થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો:- 54 વર્ષ પછી સૂર્યગ્રહણનો દુર્લભ સંયોગ, જાણો ભારતમાં સૂતક લાગશે કે નહીં?
રાજ્યમાં ત્રણ દિવસ માવઠાની આગાહી
રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન વલસાડમાં 19 ડિગ્રી અને નલિયાનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં 39, વડોદરા 37.04 તથા સુરતમાં 37.04 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી પણ દર્શાવી છે. રાજ્યમાં 10, 11 અને 12 એમ ત્રણ દિવસ માવઠાની સંભાવના છે. બનાસકાંઠા તથા દાહોદ જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ આવી શકે છે. ગુજરાતમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT