આફ્રિકામાં ભરૂચના 3 યુવાનો પર ફાયરિંગઃ ઘટના CCTVમાં કેદ, લૂંટના ઈરાદે હુમલાની સંભાવના
દિગ્વિજય પાઠક.વડોદરાઃ દક્ષિણ આફ્રિકાના ઝાંબિયામાં ભરૂચના મૂળ ત્રણ વ્યક્તિઓ પર ફાયરિંગની ઘટના સામે આવી છે નીગ્રો દ્વારા લૂંટના ઇરાદે તેઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું…
ADVERTISEMENT
દિગ્વિજય પાઠક.વડોદરાઃ દક્ષિણ આફ્રિકાના ઝાંબિયામાં ભરૂચના મૂળ ત્રણ વ્યક્તિઓ પર ફાયરિંગની ઘટના સામે આવી છે નીગ્રો દ્વારા લૂંટના ઇરાદે તેઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જોકે હાલમાં ઇજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ભાવનગરઃ હિટ એન્ડ રનનો બનાવ, માતા-પુત્રને ફંગોળી કાર ચાલક ફરાર
વિદેશમાં હુમલાને લઈ પરિવારમાં ચિંતા
વિદેશમાં ભારતીયો પર થઈ રહેલા હુમલા નવા સૂના નથી. અવારનવાર ભારતીયો પર હુમલા થઈ રહ્યા છે. આ અંગે પરિવારો દ્વારા સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં વિદેશમાં આવા હુમલાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે દક્ષિણ આફ્રિકાના ઝાંબિયામાં મૂળ ભરૂચના ત્રણ વ્યક્તિઓ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. નીગ્રો દ્વારા લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્રણેયને ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. તેઓને લૂંટી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઇજાગ્રસ્ત તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેઓની સારવાર બાદ તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તો ભરૂચ જિલ્લાના ટંકારીયા અને વડવા ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તો હુમલાને લઈને તેઓના પરિવારજનો ખૂબ ચિંતિત જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT