ગુજરાતઃ બિરલા પ્લોટનો વિરોધ કર્યો તો ગંભીર મામલાઓમાં કરી દીધો કેસ, કોર્ટના ન્યાયથી અધિકારીને લપડાક
રજનીકાંત જોશી.દ્વારકાઃ આપણાં ત્યાં છેલ્લા કેટલાક સમયથી વિરોધ કરનારાઓ કોઈને પસંદ નથી, સાહેબોને ખાસ. વિરોધ કરનારાઓને કોઈને કોઈ રીતે પરેશાન થવાનો વારો આવતો હોય છે…
ADVERTISEMENT
રજનીકાંત જોશી.દ્વારકાઃ આપણાં ત્યાં છેલ્લા કેટલાક સમયથી વિરોધ કરનારાઓ કોઈને પસંદ નથી, સાહેબોને ખાસ. વિરોધ કરનારાઓને કોઈને કોઈ રીતે પરેશાન થવાનો વારો આવતો હોય છે આવો જ વારો દ્વારકાની બહેનોનો પણ આવ્યો હતો. આજથી વર્ષો પહેલા તેમણે બિરલા પ્લોટનો વિરોધ કર્યો હતો અને તેમાં તેમના પર ગંભીર કલમો અંતર્ગત ત્યાંના ચીફ ઓફિસર દ્વારા કેસ કરી દેવાયો હતો. ચીફ ઓફિસર તો બદલી પર બદલી લઈ ગયા પણ આ મહિલાઓ કોર્ટના ધક્કા ખાતી થઈ ગઈ. આખરે કોર્ટના ન્યાયથી આ ચીફ ઓફિસરને રીતસરની લપડાક વાગી છે. એવા ઉંધા માથાના પડ્યા છે કે મોંઢું પણ સંતાડવું પડે. કોર્ટે આ તમામ મહિલાઓને નિર્દોષ જાહેર કરી છે. ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવેલા કેસમાં દમ નથી તો તેના કારણે આટલી મહિલાઓ છેલ્લા ઘણા વર્ષો સુધી પરેશાન થઈ હતી. આખરે દમનકારી અધિકારી સામે કોર્ટમાં મહિલાઓ લડી છે અને નિર્દોષ છૂટી છે.
કઈ કઈ ગંભીર કલમો લગાવી નોંધ્યો કેસ?
2017 માં દ્વારકાના બિરલા વિસ્તારમાં સાર્વજનિક પ્લોટ પર કોમ્યુનિટી હોલ બનાવાના વિરોધમાં ઉતરેલી 7 જેટલી મહિલાઓ ઉપર દ્વારકાના ભૂતપૂર્વ ચીફ ઓફિસર દ્વારા કેસ કરવામાં આવ્યો હતો. જેમાં વકીલોની ધારદાર દલીલો બાદ તમામ 7 મહિલાઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
2017 માં દ્વારકાના બિરલા પ્લોટના સાર્વજનિક પ્લોટમાં આવેલી જમીન ઉપર ત્યાં ની સ્થાનિક મહિલાઓ દ્વારા કોમ્યુનિટી હોલ નહીં બનાવા બાબતે વિરોધ કરતા દ્વારકાના ભૂતપૂર્વ ચીફ ઓફિસર દ્વારા આઈપીસી કલમ ૧૮૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭ તેમજ જીપીએક્ટ ૧૩૫ મુજબ ફરિયાદ દાખલ કરેલો કેસ નંબર ૭૯૭/૨૦૧૭ થી નામદાર દ્વારકા કોર્ટમાં ચાર્જશીટ થયેલ જેનું ચાર્જશીટ થતા વકીલ વી. એ. વિઠલાણી થતા વકીલ સુનિલ એ. જોશી એ ચાર્જ ફ્રેમ સામે વાંધા મુકતા તેમજ ધારદાર રજૂઆત સાથે નામદાર હાઇકોર્ટના ચુકાદાઓ રજૂ કર્યા હતા. જેમાં નામદાર કોર્ટ એડીશનલ ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ દ્વારકા દ્વારા 7 મહિલાઓ ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT