વાવાઝોડાને લઈ વિજ કંપનીને થયું કરોડોનું નુકસાન, આંકડો જોઈ તમે પણ ચોંકી જશો
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. તાજેતરમાં જ ગુજરાત પર આવેલા બિપોરજોય નામના સંકટ અને તેના માટે રાજ્ય સરકારના વિવિધ…
ADVERTISEMENT
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. તાજેતરમાં જ ગુજરાત પર આવેલા બિપોરજોય નામના સંકટ અને તેના માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા થઇ રહેલી કામગીરી અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ચર્ચાઓની માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે હતું કે, કેન્દ્રીય એજન્સીઓ, કોસ્ટ ગાર્ડ, સશસ્ત્ર દળો, જીલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો ઉપરાંત સ્વયંસેવી સંસ્થાઓ અને જનતા સહિત સૌના સામૂહિક પ્રયાસોથી ગુજરાતમાં ચક્રવાતના કારણે માનવ મૃત્યુ ઝીરો અને આર્થિક નુકશાન ઘટાડી શક્યા. બીજી તરફ વાવાઝોડાને લઈને 783 કરોડનું વીજ કંપનીને નુકશાન થયું છે.
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વાવાઝોડા દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ 6486 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડું પસાર થઇ ગયા બાદ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી અત્યાર સુધીમાં 5753 ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવી છે. જ્યારે બાકીના ગામોમાં શરૂ છે. પ્રભાવિત જિલ્લાઓમાં 400 કેવી, 220 કેવી અને 132 કેવીની ક્ષમતાના 12 સબસ્ટેશનો વીજ પુરવઠો વાવઝોડા દરમિયાન ખોરવાયો હતો. વાવાઝોડાથી ગેટકો અને ડીસ્ટ્રીબ્યુશન કંપનીઓના વીજ માળખાને અંદાજીત રૂ. 783 કરોડનું નુકશાન થયું
આટલા પશુઓના થયા મોત
પ્રભાવિત જિલ્લાઓમાં અસરગ્રસ્ત નાગરિકોને 3 દિવસમાં કેશડોલ્સની ચૂકવણી કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી હતી. જેના પરિણામે પ્રભાવિત જિલ્લાઓમાં અત્યારસુધીમાં કુલ રૂ.1 કરોડ 23 લાખ 82 હજાર જેટલી કેશડોલ્સ ચૂકવવામાં આવી છે. જ્યારે હજુ પણ કેશડોલ્સ ચૂકવવાની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ પશુમૃત્યાંકને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ઘણા પશુઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. છતાં પણ વીજળી પડવાથી, ઝાડ નીચે દબાવાથી, વધારે સમય પાણીમાં ફસાયેલા રહેવાથી અને ઠંડીના કારણે રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ કુલ 3207 પશુઓના મોત થયા છે. જેમાંથી 171 ગાયના મોત થયા છે જ્યારે 166 ભેસના મોત થયા છે.
ADVERTISEMENT
53 હજાર હેક્ટર બાગાયતી પાક વિસ્તારમાં નુકશાન
વાવાઝોડા દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખેતી પાકો અને બાગાયત પાકોમાં પણ નુકશાન જોવા મળ્યું છે. નુકશાનીના પ્રાથમિક અહેવાલ અનુસાર કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર તથા અન્ય જિલ્લાઓમાં કુલ 82 હજાર હેક્ટર જેટલા બાગાયતી પાકોનો વિસ્તાર છે. જેમાં 53 હજાર હેક્ટર વિસ્તારમાં નુકશાન થયા હોવાનો પ્રાથમિક અંદાજ છે. જેમાંથી 14887 જેટલા ફળપાકોના ઝાડ ઢળી પડવાનો અંદાજો આવ્યો છે. સ્થિતિનો પૂરે પૂરો અંદાજ મેળવવા માટે વિગતવાર સર્વેની કામગીરી હાલ ચાલી રહી છે. વાવાઝોડાની અસરો શરુ થાય તે પહેલા જ પ્રભાવિત જિલ્લાના દરિયાકાંઠામાં વસતા લગભગ એક લાખથી વધુ નાગરિકોને સુરક્ષિત આશ્રય સ્થાનો ખાતે ખસેડ્યા હતા. જ્યાં તેમના માટે ખોરાક અને દવાઓ જેવી તમામ જરૂરિયાતની વ્યવસ્થાઓ કરાઈ હતી.
ADVERTISEMENT