Dinesh Dasa News: સરકારના માનીતા અધિકારી દિનેશ દાસાને મળ્યું એક્સટેન્શનઃ બન્યા UPSCના સભ્ય

ADVERTISEMENT

gujarattak
social share
google news

Dinesh Dasa News: હાલની સરકારને પોતાના માનીતા અધિકારીઓને એક્સટેન્શન આપવા માટે પણ જણાય છે. નિવૃત્તિ પછી પણ જાણે કે સરકારને કોઈ પદ માટે સારું પ્રતિભાશાળી વ્યક્તિત્વ નહીં મળતું હોય તેમ ઘણા અધિકારીઓને નિવૃત્તિ પછી પણ એક્સટેન્શનથી કામગીરીમાં ચાલુ રાખવામાં આવે છે તેવા સતત આરોપો વચ્ચે હવે વધુ એક અધિકારીને નિવૃત્તિની મર્યાદા પૂર્ણ થઈ ગયા પછી પણ કામગીરીમાં સેવા વધારો મળ્યો છે. જેમાં જીપીએસસીના હવે પૂર્વ ચેરમેન દિનેશ દાસાનું નામ પણ જોડાયું છે.

UPSCમાં એક્સટેન્શનની વહેતી વાતો સાચી ઠરી

જીપીએસસીના પૂર્વ ચેરમેન દિનેશ દાસાની મુદ્દત ગત 31મી જાન્યુઆરીએ પૂર્ણ થઈ ગઈ છે. જે પછી તેમની જીપીએસસીમાં બંધારણીય રીતે પદ પર રિપીટ કરવાનું શક્ય ન્હોતું. 31 જાન્યુઆરી 2022એ આ પદ દાસાને છોડવું પડે તે નિશ્ચિત જ હતું. જોકે જતા જતા તેઓ જે નામની ભલામણ કરે તેને આ પદ અપાય તેવું પણ મનાતું હતું. જોકે હવે જે અંગે લાંબા સમયથી વાતો વહેતી હતી કે જીપીએસસી બાદ તે પદ પર રહેવું ભલે દાસા માટે શક્ય ના હોય પરંતુ યુપીએસસીમાં તેમને સેવા વધારો મળશે. બસ તે વાતો સાચી ઠરી છે. હવે તેમને યુપીએસસીના સભ્ય તરીકે પદભાર સોંપવામાં આવ્યો છે.

જામનગરમાં છાસવાલાના આઈસક્રિમમાંથી વંદો નીકળ્યો, ફ્રીઝમાંથી પણ જીવાત નીકળી

નરેન્દ્ર મોદી અને પ્રેસીડેન્ટનો માન્યો આભાર

દિનેશ દાસાએ આ અંગે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મુકીને ખુશીની લાગણી પણ વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે મને યુપીએસસીના સભ્ય તરીકે કાર્યભાર સોંપવા બદલ હું રાષ્ટ્રપતિનો આભારી છું. આ તક એ કામનું એક્સટેન્શન છે જે મેં GPSCનું નેતૃત્વ કર્યું ત્યારે કર્યું હતું. મારા જીવનની આ મહત્વની ક્ષણે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માનું છું અને તેમના આશીર્વાદ માટે આભાર માનું છું જેમણે મને મારી સમગ્ર સફરમાં માર્ગદર્શન આપ્યું છે. હું અતૂટ સમર્પણ અને ઇમાનદારી સાથે આપણા પ્રિય રાષ્ટ્રની પ્રગતિમાં પૂરા દિલથી યોગદાન આપવા માટે તૈયાર અને ઉત્સાહી છું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT