Dilip Sanghani Statement: સંઘાણીએ પાટીલ સામે સાધ્યું નિશાન! સહકારી ક્ષેત્રમાં પ્રદેશ ભાજપને દખલ ન કરવા કહ્યું

ADVERTISEMENT

સંઘાણીએ પાટીલ સામે સાધ્યું નિશાન!
Dilip Sanghani Statement
social share
google news

Dilip Sanghani Statement: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે છતાં પણ રાજ્યનો માહોલ એકદમ ગરમાયેલો જોવા મળે છે. ભાજપમાંથી જ આંતરિક ડખ્ખો સામે આવ્યો છે. ઈફ્કોના ચેરમેન (IFFCO chairman) દિલીપ સંઘાણીએ (Dilip Sanghani) ભાજપ પ્રદેશ પ્રમુખ (Gujarat bjp president) સી આર પાટીલ વિરોધ મોરચો માંડ્યો છે. આજ રોજ તેમણે કહ્યું કે, હું લોકસભા ચૂંટણી પૂર્ણ થવાની જ રાહ જોતો હતો. કાર્યકરોની પીડા દૂર નહીં થાય તો પક્ષને વધુ નુકસાન થશે. વધુમાં તેમણે પાટીલને સહકાર ક્ષેત્રે દખલગીરી ન કરવા સલાહ આપી હતી.

Lok Sabha Election: ભાજપના 'માડમ'ને હરાવવા હકુભાએ ખેલ્યો ખેલ? દિલ્હી દરબારમાં 3 દિગ્ગજ નેતાઓને ઘરભેગા કરવાની માંગ!

દિલીપ સંઘાણીએ શું કહ્યું?

વધુમાં IFFCO માં મેન્ડેટ અંગે દિલીપ સંઘાણીએ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, જો સરકાર ઈચ્છે તો સહકારી સંસ્થાને સંરક્ષણ આપવાનું છે. અમરેલીના જન્મદિવસ પર સંઘાણીએ કહ્યું કે, અમરેલીમાં કોઈ પ્રકારનું શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું નહોતું. ત્યાં ભાજપ કાર્યાલયે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ અમરેલી વિવાદ પર પણ વાત કરી હતી અને કહ્યું હતું કે,  મે ટિકિટ માંગી પણ નહોતી અને મને ટિકિટ મળવાની અપેક્ષા પણ નહોતી. અમુક ધારાસભ્યોએ મને ચૂંટણી લડવા કહ્યું હતું. વધુમાં તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલને યાદ કરતાં કહ્યું કે, ઇફ્કોની ચૂંટણીમાં જીત નહીં કરતાં અમરેલીમાં પાટીલના ઈલુ-ઈલુના નિવેદન પર મે જવાબ આપ્યો તેના પર વધુ અભિનંદન મળ્યા. સહકાર અને ખેડૂતોના હિતમાં જે પણ કરવું પડશે તે કરીશ તેમ કહ્યું.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT