ભિક્ષુક પણ હાઈટેક? આણંદમાં QR કોડથી ભીખ લેવાનું પણ શરૂ, ‘છૂટા નથી? વાંધો નહીં સ્કેન કરો QR’
હેતાલી શાહ.આણંદઃ છેલ્લા કેટલાક સમયથી લોકો ચર્ચાઓ કરતા સંભળાયા હશે કે આપણી પેઢીએ ભૂકંપ જોયો, કોરોના જોયો, પત્ર વ્યવહારથી લઈ સ્માર્ટ ફોન સુધીની ટેક્નોલોજી જોઈ,…
ADVERTISEMENT
હેતાલી શાહ.આણંદઃ છેલ્લા કેટલાક સમયથી લોકો ચર્ચાઓ કરતા સંભળાયા હશે કે આપણી પેઢીએ ભૂકંપ જોયો, કોરોના જોયો, પત્ર વ્યવહારથી લઈ સ્માર્ટ ફોન સુધીની ટેક્નોલોજી જોઈ, તે ચર્ચામાં હવે વધુ એક ઉમેરો કરી લો આ ભિક્ષુકનો. ભિક્ષુકોતો અનેક જોયા હશે પણ હાઈટેક ભિક્ષુક જોઈને તમને પણ નવાઈ લાગશે. જી હા હાઈટેક ભિક્ષુક… કે જે ક્યુ આર કોડ દ્વારા ભિક્ષા માંગી પોતાનુ ગુજરાન ચલાવે છે. આ ભિક્ષુક આમતો રાજસ્થાનનો છે પણ હાલ ગુજરાતમા ઠેર ઠેર ફરી ભીક્ષા માંગે છે. અત્યારે આ ભિક્ષુક આણંદમાં છે અને લોકોના આકર્ષણનુ કેન્દ્ર બન્યો છે.
ભણેલો પણ છે આ ભિક્ષુક
આજે આણંદ જિલ્લાના વઘાસી પાટીયા પાસે એક ભિક્ષુક ક્યુ આર કોડ દ્વારા ભીક્ષા માંગતો નજરે પડતા આ હાઈટેક ભિક્ષુકને જોવા લોકો ઉમટી પડ્યા હતા. આ ભિક્ષુક ભીક્ષા માંગવા અવનવા ગીતો પણ ગાય છે. આ ભિક્ષુક મૂળ રાજસ્થાનનો છે. અને છેલ્લા ઘણા સમયથી તે ગુજરાતમા ભીક્ષા માંગી પોતાનુ ગુજરાન ચલાવે છે. આ ભિક્ષુકનુ નામ સંજયસિંહ ઝાલા છે અને પોતે 12 પાસ હોવાનું જણાવે છે. અને એય કેન્દ્રીય વિદ્યાલયમા ભણીને 12 પાસ કર્યું છે. જે અંગ્રેજી સમજી પણ શકે છે અને બોલી પણ શકે છે. પોતે કામ કરવા અસક્ષમ હોવાથી ભીખ માંગતો હોવાનુ તે જણાવી રહ્યો છે.
ADVERTISEMENT
અત્યારે ભારતમાં ડીઝીટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યા છે. પ્રધાનમંત્રી પણ સંપૂર્ણ પણે ડીઝીટલ ઇન્ડીયા બનાવવા લોકોને આહવાહન કરી રહ્યા છે અને એવામાં આ ભિક્ષુક ડીઝીટલ પેમેન્ટ દ્વારા ભીખ માંગી લોકો સમક્ષ એક અલગ ઉદાહરણ પુરૂ પાડી રહ્યો છે.
છોટા ઉદેપુરમાં દારૂ ભરેલી બોલેરો રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરનો પોલીસને કચડવાનો પ્રયાસ
નવાઈની વાતતો એ છે કે, આ હાઈટેક ભિક્ષુકને ડીઝીટલ રીતે ભીખ આપવા માટે લોકો સામેથી આવી રહ્યા છે અને તેના આ અભિગમની સરાહના પણ કરી રહ્યા છે. અહીં રહેતા એક સ્થાનિક દિનેશ આહીરના જણાવ્યા અનુસાર, ” આજે અહીં વઘાસી પાસે એક ડીઝીટલ ભિખારી જોવા મળ્યો છે. જે ક્યુઆર કોડ થી પેમેન્ટ સ્વીકારે છે. ખરેખર આ ડીઝીટલ ઇન્ડિયા માટે ખૂબ જ સારું કહેવાય. હજી લોકો ડીઝીટલ પેમેન્ટ કરતા ખૂબ જ ખચકાય છે. ઉપયોગ કરતા નથી. પરંતુ આ ભિખારી આપણને ઘણી શિખામણ આપી જાય છે કે, આવી રીતે ક્યુ આર કોડથી પેમેન્ટ કરવું જોઈએ અને આ નવી તકનીકનો ઉપયોગ કરવો જોઈએ. અમે તો પહેલી વખત આવો ભિખારી જોયો છે કે જે ક્યુ આર કોડથી ભીખ માંગી રહ્યો છે.”
ADVERTISEMENT
હવે તો હું પીઝા પણ ખાઉં છું, મેકડોનાલ્ડ્સ, KFCમાં પણ જાઉં છુંઃ ભિક્ષુક
તો હાલ મોર્ડન ભિક્ષુક તરીકે ચર્ચામાં આવેલ સંજય સિંહ ઝાલા જણાવી રહ્યા છે કે,” હું રાજસ્થાન ધોલપુરથી છું. હું અહીંયા જ્યારે પહેલા આયો હતો ગુજરાતમાં, ત્યારે કેટલા એ લોકો ભીખ આપતા કેટલાય નહોતા આપતા અને કેટલા લોકો તો મને મારતા હતા પણ ખરા. એના પછી મેં મારું આ હથિયાર ક્યુ આર કોડનો ઉપયોગ કર્યો. હવે કેવું છે કે આનાથી હું ભીખ માંગું છું તો લોકો આપે છે અને હવે તો હું પીઝા પણ ખાઉ છું. પીઝા પણ સાદો પીઝા નથી ખાતો. ગાર્લિક પીઝા, ચિકન પીઝા ખાવ છું અને જેવી તેવી જગ્યાએ નહીં. મેકડોનલ્સ અને કેએફસીમાં પણ ખાઉં છું. હું 12 પાસ છું. ફિઝિક્સ કેમેસ્ટ્રી. કેન્દ્રીય વિદ્યાલયમાંથી ભણેલો છું. હું રાજસ્થાનથી છું પણ બહુ ગંદુ છે એ. રાજસ્થાનના લોકો એક ગ્લાસ પાણી પણ નથી આપતા અને પાણી માંગીએને તો એવું કહે કે ભિખારી જાતનો પાણી માંગે છે? પણ ગુજરાતમાં તો બહુ સારું છે. મને અંગ્રેજી પણ બોલતા આવડે છે. હું અંગ્રેજી સમજી પણ શકું છું. હું જ્યારે રામેશ્વરમ જઉં છું ને તો ત્યા અંગ્રેજીમાં ભીખ માંગુ છું.”
ADVERTISEMENT
હાલ તો અવનવા ગીતો ગાઈ અને ક્યુ આર કોડથી ભીખ માંગતો આ ભિખારી આણંદમાં લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે અને લોકો પણ આ ભિખારીને જોવા ઉત્સાહથી આવી રહ્યા છે. અને ભીખ પણ આપી રહ્યા છે. જેને લઈ હવે ભારતના ભિક્ષુકો પણ ડીઝીટલ બની જાય તો નવાઈ નહીં.
ADVERTISEMENT