શું બ્રિજ સોંપવા મુદ્દે થયું હતું રાજકારણ? વિવિધ માધ્યમોમાં અહેવાલો વહેતા થયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી : ઐતિહાસિક ઝુલતો પુલ રિનોવેશનનાં પાંચમાં જ દિવસે તુટી પડ્યો અને પુલ પર રહેલા 400 થી વધારે લોકો નદીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનાને કારણે 103 થી પણ વધારે લોકોના મોત નિપજ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 5 દિવસ પહેલા બેસતા વર્ષના દિવસે જ ખુલેલો આ પુલ 6 મહિનાથી રિનોવેશ માટે બંધ હતો. 25 ઓક્ટોબરે જ ખુલ્લો મુકાયો હતો. 2 કરોડના ખર્ચે બ્રિજનું રિનોવેશ કરવામાં આવ્યું હતું.

મોરબી શહેરનો આ રાજાશાહી સમયનો ઝુલતો પુલ જોખમી હતો, આથી તેને થોડા સમય પહેલા જ બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે માર્ચ 2022માં બ્રિજને ફરીથી શરૂ કરવા માટે મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રુપ વચ્ચે કરાર થયા હતા. જેમાં 15 વર્ષ માટે બ્રિઝને ઓરેવા ગ્રુપને સોંપવામાં આવ્યો હતો. જોકે રીનોવેશન બાદ ચીફ ઓફીસર, પાલિકા કે કલેક્ટર કે અન્ય કોઇ પણ સ્થાનિક તંત્રને જાણ કર્યા વગર કે કોઇ પ્રકારની ચકાસણી કરાવ્યા વગર બેસતા વર્ષના દિવસે બ્રિજ ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો.

સુત્રો અનુસાર 2006-07 માં પાલિકા હસ્તક રહેલો આ પુલ ભુકંપ બાદથી જ બંધ હતો. પાલિકા દ્વારા જો કે તેના રિનોવેશન માટે ટેન્ડર મંગાવાયા તેમાં મુંબઇની એક કંપનીએ 89 લાખનું ટેન્ડર ભર્યું હતું. જો કે કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રુપને આપવામાં આવ્યો હતો. ત્યારે અહેવાલો મુજબ બ્રિજનું મેઈન્ટેનન્સ ઓરેવાને આપવા પાછળ પણ રાજકારણ કરાયું હોય તેવા અહેવાલો વિવિધ મીડિયામાં વહેતા થયા છે, જોકે Gujarat Tak તેની પુષ્ટિ કરતું નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT