અધિકારીએ એજન્સી સાથે સેટિંગ કરી બારોબાર કરોડોનું કામ આપી દીધું! ચૈતર વસાવાએ CMને કરી ફરિયાદ
નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: લાખો રૂપિયાના સરકારી કામ બારોબાર એજન્સીઓ સાથે સેટિંગ કરીને તેમને આપી દેવાની ફરિયાદ મુખ્યમંત્રીને કરવામાં આવી છે. ડેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારી-એજન્સી…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: લાખો રૂપિયાના સરકારી કામ બારોબાર એજન્સીઓ સાથે સેટિંગ કરીને તેમને આપી દેવાની ફરિયાદ મુખ્યમંત્રીને કરવામાં આવી છે. ડેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારી-એજન્સી વચ્ચે સેટિંગ કરાયાનો આક્ષેપ કર્યો છે અને અધિકારી અને એજન્સી સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે.
1.30 લાખના કામ બારોબાર આપી દીધાનો આક્ષેપ
ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રમાં લખ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા પ્રજાના વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી અધિકારીઓ બારોબાર એજન્સીઓ સાથે મળીને તેનું આયોજન કરી નાખે છે. આ માટે સ્થાનિક પદાધિકારીઓને પણ પૂછવામાં આવતું નથી. ડેડિયાપાડાના 51,89,000 અને સાગબારાના 81,80,000ના કામોનું આયોજન જિલ્લા આયોજન અધિકારીએ સ્થાનિક સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ તે તાલુકા પ્રમુખ સાથે ચર્ચા કે વિશ્વાસમાં લીધા વિના જ બારોબાર બાયોગેસ પ્લાન્ટનું આયોજન કરી નાખ્યું છે.
ADVERTISEMENT
કાર્યવાહી ન થવા પર ધરણાં કરવાની ચીમકી
ધારાસભ્યએ વિનંતી કરી છે કે, અધિકારીના આ આયોજનને રદ કરી દેવામાં આવે અને ખેડૂતોને જરૂરી ખેત બોરવેલની મંજૂરી આપવામાં આવે. આ સાથે જ અધિકારી અને એજન્સી સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. અરજીનો યોગ્ય જવાબ નહીં મળવા પર ચૈતર વસાવાએ 23મી માર્ચે નર્મદામાં કલેક્ટર કચેરી સામે જ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
ADVERTISEMENT