ગુજરાતમાં બે દિવસથી વધી રહ્યા છે કોરોનાના કેસઃ અમદાવાદમાં સૌથી વધારે
ગાંધીનગરઃ સામાન્યતઃ હવે આપણે માનવા લાગ્યા છીએ કે કોરોના હવે આપણા વચ્ચે નથી પરંતુ એવું નથી કોરોનાના કેસ હજુ પણ મળી આવે છે પરંતુ હાલ…
ADVERTISEMENT
ગાંધીનગરઃ સામાન્યતઃ હવે આપણે માનવા લાગ્યા છીએ કે કોરોના હવે આપણા વચ્ચે નથી પરંતુ એવું નથી કોરોનાના કેસ હજુ પણ મળી આવે છે પરંતુ હાલ સ્થિતિ એવી થઈ છે કે છેલ્લા બે દિવસથી કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં ઠેરઠેર ઘણા જિલ્લાઓમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. હાલ સરકારી આંકડા પ્રમાણે સોમવારે 18 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધારે 11 કેસ માત્ર અમદાવાદમાં જ છે. આ પછી જુનાગઢ, વડોદરા, પોરબંદર, રાજકોટ સહિતના અન્ય શહેરો-જિલ્લાઓમાં કોરોનાના કેસ નોંધાયા છે.
હિંદુ મુસ્લિમ એકતાનું ઉતમ ઉદાહરણ એવી ગોધરાની એકતા હોળી
1 વ્યક્તિની હાલત ગંભીર
એક તરફ આપણે કોરોનાને ગુડબાય કરી ચુક્યા હોય તેમ ઘણી ગાઈડલાઈન્સથી છૂટકારો મેળવ્યા પછી સાવ નિશ્ચિંત થઈ ગયા છે. તો બીજી તરફ કોરોનાના કેસ નોંધાઈ પણ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના 18 કેસ નવા નોંધાયા છે. હાલ એક્ટિવ કેસ રાજ્યમાં 81 છે. જેમાંથી 1 વ્યક્તિની હાલત ગંભીર છે. કોરોનાથી બેશક લોકોનો સાજા થવાનો રેશ્યો વધ્યો છે પરંતુ કોરોનાને હળવેકથી લેવો એટલો પણ હિતાવહ નથી. હાલ રસીકરણને કારણે પણ ઘણી રાહત આ રોગમાં મળી છે. ત્યારે અત્યાર સુધીમાં 12.81 કરોડ લોકોએ રસી લઈને પોતાને કોરોનાથી લડવા સક્ષમ બનાવ્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT