યુવરાજસિંહના સમર્થનમાં કોંગ્રેસ? જાણો શું કહ્યું જગદીશ ઠાકોરે
વીરેન જોશી, મહીસાગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. છતાં ગુજરાતનો રાજકીય માહોલ સતત ગરમ રહે છે. ત્યારે એક તરફ યુવરાજસિંહ પરીક્ષામાં થયેલા ગોટાળા…
ADVERTISEMENT
વીરેન જોશી, મહીસાગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. છતાં ગુજરાતનો રાજકીય માહોલ સતત ગરમ રહે છે. ત્યારે એક તરફ યુવરાજસિંહ પરીક્ષામાં થયેલા ગોટાળા બહાર લાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ વચ્ચે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકાર્યા બાદ તેની સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી છે. ત્યારે હવે કોંગ્રેસ વિપક્ષો એક કરવા મહેનત કરી રહ્યું છે. આ દરમિયાન આજે જગદીશ ઠાકોરે યુવરાજસિંહને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે જે આવાજ ઉઠાવે તેને ખતમ કરવાની રાજનીતિ થઈ રહી છે.
કોંગ્રેસ દ્વારા જયભારત સત્યાગ્રહ અંતર્ગત મહીસાગર જિલ્લા સ્તરીય સંમેલન યોજવામાં આવ્યું હતું. સંમેલનને સંબોધતા જગદીશ ઠાકોરના ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે ભાજપના શાસનને હિટલરો અને તાનાશાહી શાસન ગણાવ્યું હતું. યુવરાજસિંહને લઈ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જે આવાજ ઉઠાવે તેને ખતમ કરવાની રાજનીતિ થઈ રહી છે. રાહુલ ગાંધીની પદયાત્રામાં સલામતી પાછી ખેંચી લેવાઈ હતી. આજે નફરત ની ખેતી થઈ છે વિભાજનની ખેતી થઈ રહી છે
રાહુલ ગાંધીના સાંસદપદને ખતમ કરવાનું ષડયંત્ર
ભાજપ પર આકરા પ્રહાર કરતાં જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, કોમ કોમને લડાવવાની ખેતી થઈ રહી છે એટલે રાહુલ ગાંધીએ નારો આપ્યો “ડરો મત “. સંસદમાં અદાણીને લઈ રાહુલ ગાંધીએ પ્રશ્નો પૂછ્યા હતા આ દરમિયાન પ્રધાનમંત્રીએ ભાન ગુમાવી કહ્યું મેં અકેલા કાફી હું. રાહુલ ગાંધીના સાંસદપદને ખતમ કરવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT