બોલો લ્યો! વડોદરામાં પોલીસ સ્ટેશનમાં જ PSI અને કોન્સ્ટેબલ વચ્ચે ઉગ્ર ઝપાઝપી

ADVERTISEMENT

Vadodara Railway Police Station
ઇનામ પત્રકને લઈ બે પોલીસકર્મી વચ્ચે બબાલ
social share
google news

Vadodara Railway Police Station: રેલવે પોલીસના આપણે ઘણા પ્રશંસાત્મક કિસ્સાઓ સાંભળ્યા છે પરંતુ આજે વડોદરા રેલવે પોલીસનો એક શર્મસાર કરતો કિસ્સો બનવા પામ્યો છે. જેમાં વડોદરા રેલવે PSI અને LCB પોલીસ જવાન વચ્ચે ઈનામ પત્રકમાં નામના કારણે માથકૂટ થઇ હતી. 

ઇનામ પત્રકને લઈ બે પોલીસકર્મી વચ્ચે બબાલ
 


માહિતીમાં એવું જાણવા મળી રહ્યું છે કે, પીએસઆઈ એ.કે.કુંવારીયા ઈનામ પત્રક બનાવી રહ્યા હતા. તે દરમ્યાન રેલવે એલસીબી પોલીસ જવાન શૈલેષનું નામ ઈનામ પત્રકમાં ન આવતા તેમણે કહ્યું સાહેબ મારુ નામ પત્રકમાં કેમ નથી? ત્યારે PSI એ કહ્યું કે, તપાસમાં તારો કંઈ લેવા દેવા જ નથી એટલે તમારું નામ નથી. જેથી શૈલેશે ઈનામ પત્રકનાં કાગળો પડાવવાનો પ્રયત્ન કરતા પીએસઆઈ તેમજ શૈલેશ વચ્ચે બોલાચાલી થવા પામી હતી. આ બબાલનના પડઘા ચેક ઉપર સુધી પહોંચ્યા હતા. 

સમગ્ર તપાસ રેલવે DYSP ને સોંપવામાં આવી 

આ સમગ્ર મામલો રેલવેનાં ઉચ્ચ અધિકારીઓ પાસે જતા સમગ્ર તપાસ રેલવે DYSP ને સોંપવામાં આવી હતી. તપાસમાં બંનેએ પોત-પોતાની ભૂલ સ્વીકારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ADVERTISEMENT

PSI એ લાફો ઝીંક્યો?

ઈનામ પત્રકની બાબતમાં PSI એ.કે.કુંવાડિયાનું કહેવું છે કે, શૈલેષને લાફો મારવાની વાત બની નથી. તું જવાદે કહી તેનો હાથ ઝાટક્યો હતો બીજું કાઈ બન્યું ન હતું. હાલ આ અંગે તપાસ પણ પૂર્ણ થઇ ગઈ છે.  

    follow whatsapp

    ADVERTISEMENT