ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડમાં મરચાની ગાંસડીઓમાં આગ ભભૂકી, લાખો રૂપિયાના નુકસાનની ભીતિ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: રાજ્યમાં આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ગોંડલના નવા માર્કેટ યાર્ડમાં આગલાગવાની ઘટના સામે આવી છે. ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડમાં મરચાની ગાંસડીઓમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ ગોંડલની ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ત્રણ ફાયર ફાયટર આગ ઓલવવા કામે લાગ્યા છે. આગની ઘટનાને લઈ લાખો રૂપિયાના નુકસાનની ભીતિ છે.

ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડમાં મરચાંમાં લાગેલી આગ એટલી ભીષણ છે કે તેને કાબૂમાં લાવવા ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. ભીષણ આગમાં મરચાંની હજારો બોરીઓ બળીને આગમાં ખાખ થઈ ગઈ છે. ગોડાઉનમાં અંદાજે 2500 જેટલી મરચાની બોરી હતી. જોકે આગ પર કાબૂ મેળવ્યા બાદ ખ્યાલ આવશે કેટલું નુકસાન થયું હશે તેનો અંદાજ આવશે.

આગ લગવાનું કારણ અકબંધ
એક તરફ કમોસમી વરસાદ ને કારણે જીરુને ભારે નુકશાન પહોંચ્યું છે. ત્યારે ખેડૂતો અને વેપારીઓને એક તરફ મુશ્કેલી છે જ ત્યાં જ અચાનક માર્કેટિંગ યાર્ડમાં આગ લગતા વેપારીઓ અને ખેડૂતોને પડ્યા પર પાટુ પડ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ. મરચાની ગાંસડીઓમાં ભીષણ આગ કઈ રીતે લાગી તેનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું. પરંતુ પ્રાથમિક જાણકારી મુજબ ગોડાઉન પાસે લાકડા સળગતાં હતાં તેનો તણખો કેટલીક બોરી પર પડ્યો. જેને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: માનહાનિ કેસ મામલે પૂર્ણેશ મોદીના વકીલે સ્ટે અપીલ પર રજૂ કર્યો જવાબ, 13 એપ્રિલે સુનાવણી

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાગેલી આગને લઈ મરચાની હજારો ગાંસડીમાં આગ લાગતા જ ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. જેને કારણે લોકોને આંખોમાં બળતરા થવાની અને શ્વાસની પણ ફરીયાદો ઉઠી. છે. ત્યારે આગને કાબૂમાં લેવા ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ છે. અને આગ પર કાબૂ લેવાના પ્રયાસો કરી રહી છે.

ADVERTISEMENT

 ( વિથ ઈનપુટ: નીલેશ શિશાંગિયા, રાજકોટ)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

follow whatsapp

ADVERTISEMENT