છોટા ઉદેપુરમાં ટુ-વ્હીલર શો રૂમમાં ભયાનક આગ લાગી, અનેક નવી નક્કોર બાઈક ખાખ થઈ ગઈ
Chhota Udepur Fire Incident: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં બાઈકના શો રૂમમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. શો રૂમમાં આગ લાગતા અફરા તફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ADVERTISEMENT
Chhota Udepur Fire Incident: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં બાઈકના શો રૂમમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. શો રૂમમાં આગ લાગતા અફરા તફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. શો રૂમમાં મૂકેલા અનેક ટુ-વ્હીલર બળીને રાખ થઈ ગયા હતા. ઘટનાને લઈને બોડેલી ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
આ પણ વાંચો: રાહુલ ગાંધીની સંપત્તિમાં પાંચ વર્ષમાં 5 કરોડ રૂપિયાનો વધારો, કુલ આટલા કરોડની જંગ સંપતિના માલિક
વહેલી સવારે શો રૂમમાં આગ લાગી
વિગતો મુજબ, છોટા ઉદેપુરના બોડેલીમાં આવેલા ઢોકલીયા વિસ્તારમાં બાઈકનો શો રૂમ આવેલો છે. ગુરુવારે વહેલી સવારે અચાનક શો રૂમમાં આગ ફાટી નીકળી હતી. આગની આ ઘટનામાં શો રૂમમાં રહેલા અનેક ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિકોએ ફાયરની ટીમને જાણ કરી હતી.
આ પણ વાંચો: IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ માટે ખુશીના સમાચાર, T20 નો નંબર-1 બેટ્સમેન કરશે વાપસી
મોટી સંખ્યામાં બાઈક આગમાં ખાખ
આગનો કોલ મળતા જ બોડેલી ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. આગના કારણે શો રૂમમાં મોટી સંખ્યામાં નુકસાન થયું હતું. જોકે હજુ સુધી આગ કેવી રીતે લાગી તે અંગેનું કારણ જાણી શકાયું નથી. આગની ઘટનાના વીડિયો પણ સામે આવ્યા હતા. જેમાં જોઈ શકાય છે કે, સમગ્ર શો રૂમમાં રહેલા ટુ-વ્હીલર આગમાં બળીને એકદમ રાખ થઈ ગયા છે.
ADVERTISEMENT
(ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, છોટા ઉદેપુર)
ADVERTISEMENT