જન્માષ્ટમી 2024: દ્વારકાધીશના મંદિરના સમયમાં ફેરફાર, આવતીકાલે દર્શન કરવા જવાના હોવ તો જાણી લેજો

ADVERTISEMENT

જન્માષ્ટમી 2024
Janmanshtami 2024
social share
google news

Krishna Janmanshtami 2024: શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર જો દ્વારકા જવાનો પ્લાન કરી રહ્યા છો તો દ્વારકાધીશ મંદિરમાં ઠાકોરજીના દર્શન માટેના આ ફેરફાર વિશે જાણી લો.

દ્વારકાધીશના નિત્યક્રમમાં ફેરફાર

હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીનું ખાસ મહત્વ છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં અવતરિત થયા હતા. આ પર્વ દર વર્ષે ભાદરવાની આઠમે ઉજવવામાં આવે છે. મથુરા ભગવાન શ્રીકૃષ્ણનું જન્મસ્થળ છે. એવામાં દેશના તમામ શ્રીકૃષ્ણના  મંદિરે જન્માષ્ટમીની રોનક જોવા મળશે. લાખોની સંખ્યામાં લોકો શ્રીકૃષ્ણના મંદિરે દર્શાનાર્થે જાય છે. ત્યારે ગુજરાતના અતિપ્રસિદ્ધ એવા કૃષ્ણ મંદિરો દ્વારકા, શામળાજી અને ડાકોરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલે આ મંદિરોમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચશે. જોકે, કૃષ્ણ જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના નિત્યક્રમમાં ફેરફાર કરાયો છે.

ભક્તો કેટલા વાગ્યા સુધી કરી શકશે દર્શન?

- 26-8-2024 શ્રીજીની મંગળા આરતી દર્શન 6 કલાકે
- મંગળા દર્શન સવારે 6થી 8 કલાકે
- શ્રીજીની ખુલ્લે પડદે સ્નાન દર્શન અભિષેકના દર્શન 8 કલાકે
- શ્રીજીને સ્નાન ભોગ (દર્શન બંધ) 10 કલાકે
- શ્રીજીને શ્રૃંગાર ભોગ (દર્શન બંધ) 10:30 કલાકે
- શ્રીજીની શ્રૃંગાર આરતી 11:00 કલાકે
- શ્રીજીનો ગ્વાલ ભોગ (દર્શન બંધ) 11:15 કલાકે
- શ્રીજીને રાજભોગ (દર્શન બંધ) 12 કલાકે 
- અનોસર (બંધ) 1 થી 5 કલાક સુધી બપોરે રહેશે 
- શ્રીજીના દર્શનના સમયનો સાંજનો ક્રમ ઉત્થાપન દર્શન 5 કલાકે
- શ્રીજીને ઉત્થાપન ભોગ (દર્શન બંધ) 05:30 કલાકે 5:45 કલાકે
- શ્રીજીને સંધ્યા ભોગ (દર્શન બંધ) 7:15 કલાકથી 7:30 કલાક સુધી
- શ્રીજીની સંધ્યા આરતી દર્શન 7:30 કલાકે
- શ્રીજીને શયન ભોગ (દર્શન બંધ) 8 કલાકથી 8:10 કલાક સુધી
- શ્રીજીની શયન આરતી દર્શન 08:30 કલાકે
- શ્રીજી શયન અનસર (દર્શન બંધ) 09:00 રહેશે. 
- શ્રીજીના જન્મોત્સવ દર્શન સમય રાત્રે શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન 12 કલાકે
- શ્રીજી શયન (દર્શન બંધ) 02:30 કલાકે રહેશે

ADVERTISEMENT

તા.27-8-2024ના રોજ પારણા ઉત્સવના દર્શન આ મુજબ રહેશે

- શ્રીજીના દર્શન સવારે પારણા ઉત્સવ દર્શન 07 કલાકે
- અનોસર (દર્શન બંધ) 10:30 કલાકે
- સવારના 10:30 કલાકથી સાંજના 05 વાગ્યા સુધી (દર્શન) મંદિર બંધ રહેશે. 
- શ્રીજીના દર્શનના સમયનો સાંજનો ક્રમનો સમય ઉત્થાપન દર્શન 05 કલાકે
- નિત્યક્રમ મુજબ દર્શન 05થી 06 કલાકનો
- શ્રીજીની બંધ પડદે અભિષેક પૂજા 06થી 07 કલાકે (પટ/દર્શન બંધ રહેશે.)
- શ્રીજીના દર્શન 07થી 07:30 કલાકે
- શ્રીજીની સંધ્યા આરતી દર્શન 07:30 કલાકે
- શ્રીજીને શયન ભોગ 08:30 કલાકે
- શ્રીજી શયન (દર્શન બંધ) 09:30 કલાકે


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT