વલસાડઃ બેંગલોર જતી બસ વળાંકમાં બ્રિજની નીચે ઉતરી ગઈ, અધવચ્ચે લટકતા લોકોના જીવ પડીકે બંધાયા

ADVERTISEMENT

વલસાડઃ બેંગલોર જતી બસ વળાંકમાં બ્રિજની નીચે ઉતરી ગઈ, અધવચ્ચે લટકતા લોકોના જીવ પડીકે બંધાયા
વલસાડઃ બેંગલોર જતી બસ વળાંકમાં બ્રિજની નીચે ઉતરી ગઈ, અધવચ્ચે લટકતા લોકોના જીવ પડીકે બંધાયા
social share
google news

કૌશીક જોશી.વલસાડઃ વલસાડ જિલ્લાના ધરમપુરના માકડબન હાઇવે બ્રિજ ઉપર લક્ઝરી બસ અધ્ધર લટકી જતા ચાલક અને ક્લીનરને ઈજા થઈ હતી. નાસિકથી બેંગ્લોર જતી આ બસના ચાલકે વળાંકમાં કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જોકે બસમાં મુસાફરો ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.

મહેસાણાઃ સતલાસણા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં PSO પર કાર્યવાહીની સંભાવના

સરપંચ લગ્નમાંથી ઘરે આવતા હતા અને…
ધરમપુરના માકડબન ગામ પાસે હાઇવે બ્રિજ પરથી પસાર થતી લક્ઝરી બસ મોડી સાંજે વળાંકના ભાગે એપ્રોચ રોડ પરથી અચાનક નીચે ઉતરી જતા અડધી લટકી ગઈ હતી. બનાવમાં સદનસીબે બસ ખાલી હોવાથી મોટી હોનારત ટડી હતી. અકસ્માતમાં બસના ચાલક અને ક્લિનરને સામાન્ય ઈજા થઈ હતી. ધામણી જતા રોડ ઉપર નાસિકથી બેંગ્લોર જઈ રહેલી ખાલી બસ ધરમપુરના માકડબન ગામની હદમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અહીં બનેલા બ્રિજના એપ્રોચ વર્ક ઉપર અચાનક ચાલકે કાબૂ ગુમાવતા બસ બ્રિજના છેડે અડધી લટકી પડી હતી. આ બસના મુસાફરો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનામાં ચાલક તથા ક્લિનરને સામાન્ય ઇજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતા દોડી આવેલા સ્થાનિક યુવાનો, સહિત અન્ય યુવાનો તથા પૂર્વ સરપંચ કાંતિભાઈ થોરાતે ચાલક તથા ક્લીનરને બહાર કાઢી સલામત સ્થળે ખસેડી 108 સારવાર અર્થે સ્ટેટ હોસ્પિટલ ધરમપુરમાં મોકલી આપ્યા હતા. માકડબનના પૂર્વ સરપંચ કાંતિભાઈ થોરાતના જણાવ્યા મુજબ તેઓ લગ્ન પ્રસંગમાંથી પરત આવતા હતા. ત્યારે માકડબલ બ્રિજ ઉપર ઘટનાની જાણ થતા દોડી આવ્યા હતા. લક્ઝરી બસ ચાલક તથા ક્લિનર પાસેથી તેમની મળેલી માહિતી મુજબ નાસિક તરફ મેપના આધારે જોઈ રહેલી બે લક્ઝરી બસ પૈકી એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો બે બસ પૈકી બીજી બસ એપ્રોચ તરફની રેલિંગ થોડી અડધો ભાગ નીચે અને અડધો ભાગ ઉપર જોવા મળ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT