Breaking: સુરત બિલ્ડિંગ દુર્ઘટનામાં સાત લોકોના મોત, ગઈકાલ બપોરથી આજ સવાર સુધી ચાલ્યું રેસ્ક્યૂ

Gujarat Tak

ADVERTISEMENT

Surat Gujarat
Surat Gujarat
social share
google news

Building collapses in Surat Gujarat: ગઇકાલે સુરતમાં પાંચ માળની જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી. શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલી પાંચ માળની બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં અત્યાર સુધીમાં કુલ 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ અકસ્માતમાં કશિશ શર્મા નામની મહિલાનો બચાવ કરવામાં આવ્યો હતો જે હાલ સારવાર હેઠળ છે. રેસ્ક્યૂ ઓપરેશન 15થી 16 કલાક ચાલ્યું હતું. 

મૃતકોના નામ

  1. હીરામણ કેવટ
  2. અભિષેક કેવટ
  3. સાહિલ ચમાર
  4. શિવપૂજન કેવટ
  5. પરવેશકેવટ
  6. બ્રિજેશ ગૌંડ
  7. લાલજી કેવટ

 રેસ્ક્યૂ ઓપરેશનની ટાઈમલાઇન

  • 6 જુલાઈએ એટલે કે ગઇકાલે બપોરે અઢી વાગ્યા ફાયર વિભાગને બિલ્ડિંગ ધરાશાયી થયાનો ફોન આવ્યો 
  • ત્યારબાદ ફાયર, NDRF અને SDRF વિભાગે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું
  • ગઇકાલે રાતે 9.10 વાગ્યે એક મૃતદેહ મળ્યો 
  • પછી રાતે  11.50 વાગ્યે વધુ એક મૃતદેહ મળ્યો 
  • જ્યારે આજે વહેલી સવારે  4.00, 4.30 અને 4.45એ ત્રણ પુરુષના મૃતદેહ મળ્યા 
  • સવારે 5.10 વાગ્યે કાટમાળમાંથી વધુ 2 પુરુષના મૃતદેહ મળ્યા

બિલ્ડીંગને 2017માં જ બનાવવામાં આવી હતી

બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. આ બિલ્ડીંગને 2017માં જ બનાવવામાં આવી હતી, ત્યારે 7 વર્ષના જેટલા સમયગાળામાં જ બિલ્ડીંગ ધરાશાયી થતા હવે તેની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો બીજી તરફ જવાબદાર સામે કાર્યવાહી કરવાની તૈયારીઓ પણ હાથ ધરી દેવાઈ છે.

પોલીસે શું કહ્યું?

સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, પોલીસને ઈમારત ધરાશાયી થયાની 5 મિનિટ બાદ માહિતી મળી હતી. ઉચ્ચ અધિકારીઓ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ 30 ફ્લેટની સ્કીમ હતી. તેમાં 5 થી 6 પરિવારો રહેતા હતા. અલગ અલગ જગ્યાએ કામ કરતા અન્ય મજૂરો પણ ત્યાં રહેતા હતા. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળમાંથી એક મહિલાને બહાર કાઢી છે. ચોકીદારનું કહેવું છે કે બિલ્ડિંગમાં 5-6 લોકો હતા. બચાવ કાર્ય હજુ ચાલુ છે. એફએસએલની ટીમ પહોંચી છે. તપાસમાં જે પણ બેદરકારી જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT