વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીનારા રાજકોટના બિલ્ડરે વીડિયો બનાવી MLA કાંતિ અમૃતિયા વિશે શું કહ્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: થોડા દિવસો પહેલા રાજકોટના બિલ્ડર જેરામ કુંડારિયાએ સુસાઈડ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડરે આપઘાત પહેલા એક સુસાઈડ નોટ લખી હતી. જેમાં વ્યાજખોરોના નામની સાથે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું નામ ઉછળતા રાજકારણ ગરમાયું હતું. હવે આ મામલે બિલ્ડરે એક વીડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી છે.

બિલ્ડરે વીડિયો બનાવી શું કહ્યું?
રાજકોટના બિલ્ડર જેરામ કુંડારિયાએ વીડિયો બનાવીને સ્પષ્ટતા કરી છે કે, મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે મારે કોઈ ફરિયાદ નથી. મારા અને કાંતિભાઈ વિશે સોશિયલ મીડિયામાં ઘણી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. હું તેના વિશે થોડી સ્પષ્ટતા કરવા માગું છું. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે મારે કોઈ ફરિયાદ નથી. એમની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી વાતો થાય છે તે તદ્દન ખોડી છે. કાંતિભાઈ લોકોને સહકાર આપીને આગળ લાવવામાં મદદરૂપ થાય એવી વ્યક્તિ છે. જેનો મને અનુભવ છે.

જો કાંતિ અમૃતિયાનો આમા રોલ નથી તો સુસાઈડ નોટમાં કેમ નામ લખ્યું?
સુસાઈડ નોટમાં કાંતિ અમૃતિયાનું નામ લખ્યા બાદ અચાનક બિલ્ડરે સ્પષ્ટતા સાથે વીડિયો બનાવતા સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે. અહીં સવાલ એ થઈ રહ્યો છે કે જો કાંતિ અમૃતિયાનો આ કેસમાં કોઈ રોલ નથી તો પછી બિલ્ડરે પોતાની સુસાઈડ નોટમાં અગાઉ તેમનું નામ શા માટે લખ્યું હતું?

ADVERTISEMENT

શું હતો મામલો?
રાજકોટના કાલાવાડ રોડ પર રહેતા બિલ્ડર જેરામ કુંડારિયાએ થોડા દિવસો પહેલા ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમણે રાકેશ નથવાણી અને ટી.ડી પટેલ સહિતના વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં રાકેશ નથવાણીએ 80 લાખના 2 કરોડ અને ટી.ડી પટેલે 2 કરોડના 24 કરોડ વસૂલ્યા હોવાનું કહેવાયું હતું. વ્યાજખોરોના ત્રાસથી બિલ્ડરે ઝેરી દવા પીધી હતી. જે બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને તેમનો જીવ બચી ગયો હતો. જોકે બિલ્ડરની સુસાઈડ નોટમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું પણ નામ હતું.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT